Fri. Sep 20th, 2024

5th June 2021 : આજના રાશીફળ પ્રમાણે જાણો તમારા ભાગ્ય, સ્વાસ્થ્ય, ધન, પ્રેમ-વિવાહ, નોકરી વગેરેની ભવિષ્યવાણી

મેષ રાશીફળ – તમારા આહાર પર નિયંત્રણ રાખવો, નહીં તો તબીયત બગડી શકે છે. અનુમાન પ્રમાણે નિર્ણય લેવો નુકશાન કરાવી શકે છે. જેથી રોકાણ કરતા સમયે સાવધાની રાખવી. આજે તમારા બોસનો સારો મિજાજ પૂરા કાર્યકાળનો માહોલ સારો બનાવી દેશે. જો બહાર જવાની યોજના છે તો અંતિમ સમયમાં ટળી શકે છે.

વૃષભ રાશીફળ – ગર્ભવતી મહિલાઓ માટે ખુબ સારો દિવસ નથી. ચાલતા ફરતા સમયે ધ્યાન રાખવાની જરૂરત છે. ખર્ચા પર રાખવાની કોશિશ કરો અને જરૂરી વસ્તુ જ ખરીદો. જુના મિત્રો મદદગાર રહેશે. નવી યોજના આકર્ષિત રહેશે, સારી આવકનું સાધન બનશે. વૈવાહિક જીવનની ખરાબ ક્ષણો ચરમ પર જોવા મળી શકે છે.

મિથુન રાશીફળ – સ્વાસ્થ્યના હિસાબે ખુબ સારો દિવસ છે. તમારો ખુશમિજાજ આત્મવિશ્વાસ વધારશે. રોકાણ કરવામાં સાવધાની રાખવી. પારિવારીક અને સામાજિક જવાબદારી તણાવનું કારણ બની શકે છે. ગપ્પાબાજી અને અફવાહથી દુર રહો.

કર્ક રાશીફળ – મિત્રોની મદદથી નાણાકીય પરેશાની દુર થઈ શકે છે. ઘરમાં તાલમેલ બનાવી રાખવા સાથે કામ કરો. આજે જબાન પર લગામ રાખવી, નહીં તો પરેશાનીમાં પડી શકે છે. નવી પરિયોજનામાં ખર્ચા ન કરશો. સામાજિક અને ધાર્મિક સમારોહ માટે સારો દિવસ છે.

સિંહ રાશીફળ – તબીયત સારી રહેશે. પોતાના ખર્ચા પર કાબુ રાખો અને આજે હાથ ખોલી વ્યય કરાવાથી બચો. ઘરેલુ મામલા તમારા દિમાગ પર છવાયેલા રહેશે. આગામી સમયમાં ઓફિસમાં તમારી આજનું કામ અનેક અસર દેખાડશે. બીજા લોકોની સલાહને ધ્યાનથી સાંભળો, જો તમે ફાયદો ઈચ્છતા હોવ તો. જીવનસાથીના કારણે આજે તમારા કાર્યમાં ગડબડી થઈ શકે છે.

કન્યા રાશીફળ – કોઈ મોટા સમૂહમાં ભાગીદારી તમારા માટે રસપ્રદ સાબિત થઈ શકે છે, જોકે તમારા ખર્ચા વધી શકે છે. આજે તમારા પરિવારને નક્કી કરવા દો કે તમારે શું કરવું અને શું ના કરવું. કામની આજે પરીક્ષા થઈ શકે છે. સારૂ પરિણામ આપવા એકાગ્રતાથી કામ કરવું. એવી જાણકારી કોઈની સાથે શેર ન કરો, જે ગોપનીય હોય.

તુલા રાશીફળ – ભાવનાત્મક રીતે તમે અનિશ્ચિત અને બેચેન રહેશો. તમારી મનોકામના દુઆ અને આશિર્વાદથી પુરી થશે અને સૌભાગ્ય તમારી તરફ આવશે અને ગત દિવસની મહેનત પણ રંગ લાવશે. કોઈ પણ ખર્ચીલા કામ પર વિચાર ન કરવો. આજે તમારા નવા વિચારો પરિપૂર્ણ રહેશ, અને જે કામ તમે હાથમાં પકડશો, તે તમારી આશા કરતા વધારે ફાયદો આપશે.

વૃશ્ચિક રાશીફળ – તમને લાંબા સમયથી ચાલી રહેલી બીમારીમાંથી છૂટકારો મળી શકે છે. હંસી મજાકમાં કહેલી કોઈની વાતો પર શંકા ન કરશો. સંબંધીઓ તરફથી સહાયતા પ્રાપ્ત થઈ શકે છે. જો તમે તમારા કામમાં ધ્યાન આપશો તો, સફળતા અને પ્રતિષ્ઠા મળશે.

ધન રાશીફળ – લાંબાગાળાના ફાયદાને ધ્યાનમાં રાખી સ્ટોક અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનું ફાયદાકારક રહેશે. જેમને તમે ચાહો છો, તેમની સાથે ઉપહારની લેવડ-દેવડ કરવા માટે સારો દિવસ. આજે તમને એવા લોકોને મળવાથી ફાયદો થશે, જે કોઈ ઊંચા પદ પર હોય. લગ્ન જીવન મધુરમય રહેશે.

મકર રાશીફળ – સફળતા નજીક હોવા છતા તમારા ઉર્જા સ્તરમાં ઘટાડો નોંધાઈ શકે છે. કોઈ મોટી યોજનાઓ અને વિચારો દ્વારા તમારી ધ્યાન આકર્ષિત કરી શકે છે. કોઈ પણ જગ્યાપર રોકાણ કરતા પહેલા તેની તપાસ જરૂર કરી લેવી. ઘરેલુ જિંદગીમાં તણાવનો સામનો કરવો પડી શકે છે.

કુંભ રાશીફળ – ઉતાવળમાં રોકાણ ન કરો, જો તમે તમામ બાજુ વિચાર્યા વગર નિર્ણય કરશો તો નુકશાન થઈ શકે છે. તમારી જાતને કોઈ ખરાબ આદત અને વસ્તુથી દુર રાખો, નહીં તો મુશેકેલીમાં ફસાઈ શકો છે. કોઈ પણ ભાગીદારી કરતા પહેલા પોતાના અંદરની ભાવના જરૂર સાંભળો.

મીન રાશીફળ – લાંબા સમયથી ચાલી રહેલી બીમારીની સારવાર હસતા હસતા કરો, કારણ કે નિશ્ચિંતતા દરેક બીમારીની કારગર દવા છે. ખર્ચ કરવામાં સાવધાની રાખવી, નહીં તો ખાલી ખિસ્સે ઘર આવવું પડી શકે છે. પરિવારના સભ્યો પર ગુસ્સો કરવાથી વાદ-વિવાદ થઈ શકે છે.

Related Post

Verified by MonsterInsights