આજે તારીખ 5 ઓગસ્ટ 2021 ના રોજ ફતેપુરા એપીએમસીના ચેરમેન પ્રફુલભાઈ ડામોરની દાહોદ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે વરણી કરવામાં આવી છે.
પ્રફુલભાઈ ડામોર હાલમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મા ફતેપુરા તાલુકામાં સમાવિષ્ટ લખણપુર જિલ્લા પંચાયત સીટ ઉપરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ભવ્ય વિજય મેળવ્યો હતો તેઓને આજરોજ દાહોદ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે વરણી કરવામાં આવી છે