Fri. Sep 20th, 2024

LICની આ પોલિસીથી દર મહિને મળે છે 14 હજાર સુધીનું પેન્શન ! જાણો કેવી રીતે થશે રોકાણ

LIC : આજકાલ રોકાણ કરવા માટેનાં ઘણા વિકલ્પો છે. પરંતુ આજે તમને એક એવી પોલિસીની વાત કરી રહ્યા છીએ. જેમાં રોકાણ કરવાથી તમને દર મહિને 14 હજાર જેટલું પેન્શન મળે છે.

સામાન્ય રીતે લોકો પોતાની આવકમાંથી થોડો હિસ્સાની બચત કરી રોકાણ કરે છે. આજકાલ રોકાણ કરવા માટેનાં ઘણા વિકલ્પો છે. પરંતુ આજે તમને એક એવી પોલિસીની વાત કરી રહ્યા છીએ. જેમાં રોકાણ કરવાથી તમને દર મહિને 14 હજાર જેટલું પેન્શન મળે છે.

એલઆઈસીની જીવનવીમા અંતર્ગત ઘણી પોલિસી છે, આ પોલિસીથી બાળકોનાં ભણતરથી લઈને તમારા પેન્શન સુધીની સુવિધા મળી રહે છે. એલઆઈસીની અક્ષય પોલિસી અંતર્ગત તમને માસિક પેન્શન ઉપરાંત અન્ય ફાયદાઓ પણ છે.

જો તમારે એવી યોજનામાં નાણાંનું રોકાણ કરવું હોય કે જેમાં પૈસા સલામત હોય અને સારું વળતર પણ મળે, તો જીવન વીમા નિગમ અંતર્ગત જીવન અક્ષય પોલિસીએ વધુ સારો વિકલ્પ છે, જેમાં તમને દર મહિને નિશ્ચિત પેન્શન મળશે.

અક્ષય પોલિસી

અક્ષય પોલિસીની વિશેષતા એ છે કે આ માટે તમારે ફક્ત એક જ વાર પ્રીમિયમ ચૂકવવું પડે છે. આ પોલિસીમાં કુલ 10 જેટલાં વિકલ્પો ઉપલબ્ધ છે. પરંતુ પોલિસીનો વિકલ્પ ‘એ’ પસંદ કરવાથી તમને દર મહિને 14 હજાર જેટલું પેન્શન મળે છે.

જીવન અક્ષય પોલિસી 30 થી 85 વર્ષની વયની વ્યક્તિઓ લઈ શકે છે, જેમાં ઓછામાં ઓછા એક લાખ રૂપિયાનું રોકાણ કરવું જરૂરી છે. આ પોલિસી ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે ખરીદી શકાય છે, જેમાં આ સિંગલ પ્રીમિયમ અને વ્યક્તિગત વાર્ષિક યોજના છે.

પોલિસીનાં ફાયદા

1. આ પોલિસી હેઠળ લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે,જે પોલિસી લીધાના ત્રણ મહિના પછીથી લાભ(Benifit) લઈ શકો છો.

2. જો કોઈ આ પોલિસીમાં 5 લાખથી વધુનું રોકાણ કરે છે, તો તેને વાર્ષિક દરમાં પણ પ્રોત્સાહન પણ મળે છે.

3. પોલિસીને છ મહિના, ત્રણ મહિના અને એક મહિનાનાં હપ્તાથી ખરીદી શકાય છે. જેમાં વર્ષમાં ઓછામાં ઓછી રકમ 12 હજાર રૂપિયા જેટલીછે.

4. જીવન અક્ષય પોલિસીનો Annuity payable for life at a uniform rate વિકલ્પ પસંદ કરવાથી દર મહિને પેન્શન મેળવી શકાય છે.

કેવી રીતે મેળવી શકશો મહિને 14 હજાર સુધીનું પેન્શન

જો કોઈ વ્યક્તિ 35 વર્ષનો હોય તો તેણે ત્રીસ લાખ રૂપિયાનું પ્રીમિયમ ચૂકવવું પડશે, જેમાં વીમા રકમ 2,9,46,955 રૂપિયા હશે. આ પ્રીમિયમ ભર્યા પછી, જો તમે ‘એ’ વિકલ્પ પસંદ કરો, એટલે કે Annuity payable for life at a uniform rate તો પછી તમને ચુકવણી પછી દર મહિને 14,214 જેટલું માસિક પેન્શન મળશે. પોલિસીધારકના જીવનકાળ સુધી તે આ યોજનાનો લાભ મેળવી શકશે.

30 થી 85 વર્ષની વય જૂથના લોકો આમાં રોકાણ કરી શકે છે, ઉપરાંત દિવ્યાંગો પણ આ યોજનાનો લાભ લઈ શકે છે.

Related Post

Verified by MonsterInsights