ગુજરાત માં હવામાન વિભાગે આગાહી કરી છે કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના શનિવારે ભારે વરસાદ પડી શકે છે. જેમાં સૌરાષ્ટ્રમાં દરિયાકાંઠાના કેટલાક જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
જેમાં દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, સુરત ,ડાંગ અને તાપીમાં જ્યારે સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલીમાં પણ હળવાથી ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવાથી ભારે વરસાદના ઝાપટાં પડવાની શકયતા છે.