Rashifal 19 May 2021 : આજના રાશિફળમાં વાંચો કઇ રાશિના લોકોને બુધવારનો દિવસ ફળશે, અને કઇ રાશિ માટે આવી શકે છે શુભ સમાચાર. વાંચો આજનું રાશિફળ અને જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ અને કેટલું સાથ આપશે આપનું ભાગ્ય.
મેષ : શિક્ષા, મિત્રવર્ગ સંબંધી શોધપૂર્ણ કાર્યમાં સમય પસાર થશે. ભવન, વાહન પરિવર્તન સંબંધી ભાગ્યવર્ધક કાર્યોમાં યાત્રા વેગેરેનો યોગ. પદ-પ્રતિષ્ઠા સંબંધી કાર્યોમાં લોકપ્રિયતા વૃદ્ધિનો યોગ. ધાર્મિક ક્ષેત્રમાં ભાગ્યવર્ધક યાત્રાઓનો વિશેષ યોગ. કલાત્મક કાર્ય થશે.
વૃષભ : વાહન સુખ પ્રાપ્તિનો યોગ. કર્મક્ષેત્રમાં ભાગ્યવર્ધક યાત્રાનો યોગ. આધ્યાત્મ સંબંધી માંગલિક કાર્યોમાં વિશેષ યાત્રાનો યોગ. માનસિક ત્રાસદીથી બચવું. આવકના સ્ત્રોતોથી વિશેષ લાભનો યોગ. ધાર્મિક યાત્રાનો યોગ. જળ વિભાગોથી ભાગ્યવર્ધક સફળતા મળશે.
મિથુન : શુભ માંગલિક કાર્યનો યોગ. પૈતૃક આર્થિક સ્થિતિમાં લાભનો યોગ. શારીરિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. મોસમ અનુસાર આહાર-વિહાર કરવું. આર્થિક પ્રકરણોમાં વિશેષ અનુસંધાન વગેરેનો યોગ. કુટુંબમાં માંગલિક કાર્ય થશે. રોગ, શત્રુ વિવાદ વગેરેમાં ખર્ચનો યોગ.
કર્ક : નાણાંકીય કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે. મનોરંજન, સંતાન સંબંધી કાર્યોમાં ધન ખર્ચ થશે. શિક્ષણ સંબંધી કાર્યોમાં ગહન શોધ થશે. પદ-પ્રતિષ્ઠા સંબંધી કાર્યોમાં લોકપ્રિયતા વૃદ્ધિનો યોગ. ધાર્મિક ક્ષેત્રમાં ભાગ્યવર્ધક યાત્રાઓનો વિશેષ યોગ. કલાત્મક કાર્ય થશે.
સિંહ : ધૈર્યથી વ્યાપારિક કાર્યોને પૂર્ણ કરો. નવા કાર્યોથી દૂર રહો. ધાર્મિક યાત્રાનો યોગ, વ્યાપારમાં ભાગ્યવર્ધક સફળતા પ્રાપ્તિનો યોગ. વિવાદ, કોર્ટ-કચેરીના મુદ્દે સાવચેત રહેવું, મિત્ર, સંતાન પક્ષ સંબંધી સમસ્યાઓને લગતી યાત્રા અને ખર્ચનો યોગ.
કન્યા : નવા આર્થિક સ્ત્રોતો પર કાર્ય થશે. વ્યાપારિક ભાગીદારીથી લાભ પ્રાપ્ત થશે. વ્યાપારમાં નાણાંકીય મુશ્કેલીઓનો યોગ. બૌદ્ધિક હેરાનગતિ શક્ય. મિલકત સંબંધી કાર્યોમાં સક્રિયતા વધશે. વ્યાપારિક ભાગીદારીઓમાં વિશેષ વૃદ્ધિનો યોગ. ધાર્મિક સમસ્યાઓ પર વિચાર-વિમર્શનો યોગ.
તુલા : ધર્મ આધ્યાત્મ સંબંધી કાર્યોમાં ગહન ચિંતનનો યોગ. વિવાદિત વ્યાપારિક કાર્યોમાં આર્થિક લાભનાં નવા સ્ત્રોત તરફ વિચાર-વિમર્શનો યોગ. પ્રિય વ્યક્તિથી ભેટ થશે. કાર્યોમાં ઉન્નતિ થશે. સ્ફૂર્તિ અને જોશ રહેશે. ધર્મ તરફ ઝોક રહેશે. કોઈ વ્યક્તિગત સમસ્યા ઉભી થઈ શકે છે.
વૃશ્ચિક : ભાગ્યવર્ધક કાર્યોમાં અડચણ સંભવિત. બહારનાં ક્ષેત્રોની યાત્રા દરમ્યાન સાવધાની રાખવી, રોગ, ઋણ સંબંધી કાર્યોમાં સંયમ રાખવું. મિત્ર સહયોગ નહીં કરે. વેપાર-વ્યવસાય મધ્યમ રહેશે. કુટુંબનું વાતાવરણ નિરાશાજનક રહેવાથી ઉત્સાહ ઘટશે. વધુ ખર્ચ ન કરવો.
ધન : દૈનિક વ્યાપાર, કૌટુંબિક માંગલિક કાર્યો. ધાર્મિક કાર્યો માટે વિશેષ યાત્રાનો યોગ. ધર્મ આધ્યાત્મ સંબંધી ચિંતનનો યોગ. તમારી ઈચ્છાઓ તેમજ મહત્વકાંક્ષા પૂર્ણ થશે. મૂડી રોકાણમાં લાભ થવાની સંભાવના છે. તમારો આત્મવિશ્ચાસ વધશે.
મકર : નાણાંકીય કાર્યોમાં સંશોધનનો યોગ. આર્થિક ક્ષેત્રે લંબિત પ્રકરણોમાં વિશેષ કાર્ય થશે. વેપારમાં રોકાણ માટે સમય સારો નથી. આવક-ખર્ચમાં સંતોલન રહેશે. કાર્યક્ષમતામાં વૃદ્ધિ થશે. માનસિક અસ્થિરતા દૂર કરો અને કાર્ય સમય પર પૂર્ણ કરવાનો પ્રયત્ન કરો.
કુંભ : ખાનપાનમાં ગડબડીથી પેટમાં તકલીફ થઈ શકે છે. શારીરિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. ઋતુ પ્રમાણે આહાર લેવો. વિશેષ યાત્રાનો યોગ છે. બીજા પર વધુ વિશ્ચાસ ન કરવો. વ્યાપાર-વ્યવસાય સારો અને લાભદાયી રહેશે. માતા-પિતાનું આરોગ્ય ઠીક રહેશે. નવા સંબંધ લાભદાયક રહેશે.
મીન : કોઈ ચિંતાથી મુક્તિ મળશે. સમસ્યાઓ ઉકેલાશે. સંતાનને રોજગારના ક્ષેત્રે ઉન્નતિ મળશે. આવકના નવા સાધાન પ્રાપ્ત થશે. ઉદર સંબંધી સમસ્યા થઈ શકે છે. આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે. નકામો વાદ-વિવાદ ન કરવો. નોકરો પર અતિવિશ્ચાસ ઠીક નથી.