Amreli / નિવૃત પોલીસ ઈન્સ્પેક્ટરે પત્ની અને પુત્ર સાથે મળી પુત્રવધુની હત્યા કર્યાનો બનાવ સામે આવ્યો

Amreli : શહેરના સહજાનંદ નગરમાં નિવૃત પોલીસ ઈન્સ્પેક્ટરે પત્ની અને પુત્ર સાથે મળી પુત્રવધુની હત્યા કર્યાનો બનાવ સામે આવ્યો છે. હત્યા કર્યા બાદ ઘટનાને આત્મહત્યામાં ફેરવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને CCTV ના ફૂટેજના આધારે પુત્રવધુની હત્યા કરાયાની બાબત છતી થઈ હતી. પોલીસે આરોપી પીઆઇ તેમજ તેના પરિવારજનોને ઝડપી હત્યાનો ભેદ ઉકેલ્યો […]

અમરેલી : કોરોના નિયમોનો સદંતર અભાવ, વડિયાની ગુજરી બજારમાં લોકોની લાપરવાહી

અમરેલી : કોરોનાની બીજી લહેરની તબાહી લોકો જાણે ભુલી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. કોરોના હજુ પણ આપણી વચ્ચે છે અને તજજ્ઞો કોરોનાની ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરી રહ્યા છે. છતાં લોકો લાપરવાહ બની કોવીડ ગાઈડલાઈનનો ભંગ કરતા નજરે પડી રહ્યા છે. અમરેલીના વડિયા બસ સ્ટેન્ડ પાસે દર મંગળવારે ગુજરી બજાર ભરાય છે. જેમાં […]

અમરેલી / રાજુલામાં વનકર્મીઓની દુકાનદાર પર દાદાગીરી, સિંહના CCTV ફૂટેજ મીડિયાને નહીં આપવા ધમકી

અમરેલી : રાજુલામાં વનકર્મીઓની દુકાનદાર સામે દાદાગીરીની ઘટના સામે આવી છે. વનવિભાગના કર્મચારીઓએ દુકાનદારને ધમકી આપી હતી અને કહ્યું કે ગામમાં લટાર મારતા સિંહના CCTV ફૂટેજ મીડિયાને આપવા નહીં. આ CCTV દુકાનની સુરક્ષા માટે છે, જાનવરના વીડિયો વાયરલ કરવા માટે નહીં. સિંહ આરક્ષિત પ્રાણી હોવાથી શૂટિંગ ના ઉતારી શકાય એવું કહી વનવિભાગના કર્મચારીઓએ દુકાનદારને ધમકી […]

અમરેલી / વહીવટી તંત્રએ હાઇએલર્ટ જાહેર કર્યું, રાજુલાનો ધાતરવડી -2 ડેમ પાણીથી 90 ટકા ભરાયો

અમરેલી જિલ્લાના રાજુલા, જાફરાબાદ અને પીપાવાવ કોસ્ટલ વિસ્તારમાં સારા વરસાદને કારણે ધાતરવડી-2 ડેમ પાણીથી છલોછલ થઈ ગયો છે. હાલ ધાતરવડી-2 ડેમ પાણીથી 90 ટકા ભરાઈ જતાં હાઇએલર્ટ પર રાખવામાં આવ્યો છે. અહીં અગાઉથી તંત્ર દ્વારા પાણીની સતત આવક વધતા જ ડેમનો 1 દરવાજો રૂલ લેવલ જાળવવા માટે 0. 0125 મીટર ખોલી નાખવામાં આવ્યો છે. હાલમાં […]

કોરોના ગાઈડલાઇનો ખુલ્લેઆમ ભંગ, અમરેલીના લાઠી જન સેવા કેન્દ્રમાં કામ માટે લોકોની લાંબી કતાર

અમરેલીના લાઠી જનસેવા કેન્દ્રમાં કોરોનાની ત્રીજી લહેરને ખુલ્લું નિમંત્રણ આપતા હોય તેવા ચિંતાજનક દ્રશ્યો જોવા મળ્યાં હતા. જેમાં આધારકાર્ડ અથવા અન્ય કામગીરી માટે જનસેવા કેન્દ્રમાં લોકોની લાંબી કતાર જોવા મળી હતી. જનસેવા કેન્દ્રમાં પહોંચેલા મોટી સંખ્યામાં અરજદાર અને કર્મચારીઓએ માસ્ક પણ પહેર્યા ન હતા. તેમજ સરેઆમ સોશિયલ ડિસ્ટન્સનો પણ ભંગ થતો જોવા મળ્યો હતો. જો […]

અમરેલી-ધારી હાઇવે પર એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત

અમરેલી-ધારી હાઇવે પર એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત થયો હતો.દેવરાજીયા ગામ નજીક અમરેલી-ઉના રૂટની બસને અકસ્માત નડ્યો હતો. બસ અને કાર સામસામે અથડાયા હતા. અકસ્માતમાં સાત લોકોને ઇજાઓ પહોંચી હતી.      

અમરેલીના SP નિર્લિપ્ત રાય પોલીસ કોન્સ્ટેબલને બચાવવા જતા દરમિયાનમાં ડૂબ્યા, સ્થાનિકોએ તેને બચાવ્યા

અમરેલી : અમરેલી એસપી(SP ) નિર્લિપ્ત રાય સહિતનો પોલીસ કાફલો જિલ્લાના દરિયાકાંઠે જાફરાબાદના સરકેશ્વર બીચ પર નહાવા ગયા હતા. દરમિયાન એસપી(SP )નિર્લિપ્ત રાય સહિતના પોલીસ અધિકારીઓ દરિયામાં તણાવા લાગ્યા હતા. પોલીસ કોન્સ્ટેબલ ડૂબી જતાં અફડા તફડી મચી ગઈ હતી. તે દરમિયાન જિલ્લા પોલીસ વડા નિર્લિપ્ત રાય બચાવવા ગયા અને ડૂબવા લાગ્યા હતા. કેટલાક પોલીસ કર્મચારી […]

અમરેલીનાં સાવરકુંડલાનાં આંબરડી ગામમાં ધોધમાર વરસાદ વરસતા જનજીવન ખોરવાયું

Amreli : દક્ષિણ ગુજરાતમાં વરસાદની એન્ટ્રી થયા બાદ સૌરાષ્ટ્રમાં પણ વરસાદે દસ્તક દીધી છે, અમરેલીનાં સાવરકુંડલાનાં આંબરડી ગામમાં ધોધમાર વરસાદ વરસતા જનજીવન ખોરવાયું છે. ગુજરાતમાં દક્ષિણ ગુજરાતથી જ ચોમાસાનું આગમન થાય છે, ત્યારે મુંબઈમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થયા બાદ હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી હતી,ત્યારે સૌરાષ્ટ્રમાં પણ વરસાદની એન્ટ્રી થઈ છે. […]

વાવાઝોડામાં અનેક પક્ષીઓ માળા વિહોણા બન્યા, કેટલાય પક્ષીઓના જીવ ગયા

તાઉ-તે વાવાઝોડાના કારણે અનેક પક્ષીઓએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે અને અનેક પક્ષીઓ માળા વિહોણા બની ગયા છે. વાવાઝોડાના કારણે પક્ષીઓની અવદશા વચ્ચે અમરેલીમાં પક્ષીઓનું રેસ્ક્યુ અને બચાવ કામગીરી કરવામાં આવી છે. અમરેલીના સરદાર સર્કલ પાસે સેંકડો પોપટ રહેતા હતા અને વાવાઝોડાથી અસર પામેલા આ પક્ષીઓને બોક્સમાં મુકીને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા અને સારવાર કરવામાં […]

Earthquake: સૌરાષ્ટ્રમાં ધરા ધ્રુજી ગુજરાતમાં વાવાઝોડાની દહેશત વચ્ચે વધુ એક સંકટ

અમરેલી: હાલ ગુજરાત પર તૌકતે વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. ગુજરાતમાં આ વાવાઝોડાથી મોટા નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. પરંતુ આ બધા વચ્ચે હવે નવું સંકટ આવ્યું. રાજુલા જાફરાબાદ તાલુકામાં વહેલી સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યાં મુજબ આ રિક્ટર સ્કેલ પર આ ભૂકંપ 3.8ની તીવ્રતાનો હતો. ભૂકંપનો આ આંચકો વહેલી સવારના […]

Verified by MonsterInsights