ગુજરાતના 13 લાખથી વધુ ફર્સ્ટ ટાઈમ વોટર્સ સહિતના મતદારો મેટાવર્સ થકી કરી શકશે સમગ્ર મતદાન પ્રક્રિયાનો જાત અનુભવ

0 minutes, 6 seconds Read
  • મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીના હસ્તે વર્ચ્યુઅલ રિયાલીટી આધારિત ઈલેક્શન મેટાવર્સનું લોન્ચીંગ કરાયું
  • અગ્રણી મીડિયા સમૂહ GTPL અને Virtual Heights દ્વારા ફર્સ્ટ ટાઈમ વોટર્સને માહિતીગાર કરવા વિકસાવવામાં આવ્યું ઈલેક્શન મેટાવર્સ
  • રાજ્યના 13 લાખથી વધુ ફર્સ્ટ ટાઈમ વોટર્સ સહિતના મતદારો મેટાવર્સ થકી કરી શકશે સમગ્ર મતદાન પ્રક્રિયાનો જાત અનુભવ

તા.07 મે, 2024 ના રોજ લોકસભાની સામાન્ય ચૂંટણી-2024 અને વિધાનસભાની પેટાચૂંટણીઓ માટે મતદાન યોજાનાર છે, જેમાં 13 લાખથી વધુ ફર્સ્ટ ટાઈમ વોટર મતદાન કરશે.

પ્રથમ વખત મતદાન કરનારા મતદારો સહિતના મતદારો માટે રાજ્યના અગ્રણી મીડિયા ગૃપ GTPL અને Virtual Heights દ્વારા ઈલેક્શન મેટાવર્સ વિકસાવવામાં આવ્યું છે. રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીના હસ્તે આ ઈલેક્શન મેટાવર્સનું CEO કચેરી ખાતે લોન્ચીંગ કરવામાં આવ્યું હતું.

લોકશાહીના મહાપર્વમાં મહત્તમ મતદારો સહભાગી થાય તે માટે ચૂંટણી તંત્ર દ્વારા સઘન મતદાર જાગૃતિ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે. સાથે જ મતદારોને મતદાન માટે સુગમતા રહે તે માટેના પ્રયાસોમાં ગુજરાતનું અગ્રણી મીડિયા સમૂહ GTPL અને Virtual Heights સહભાગી થયા છે. આ લોકસભાની ચૂંટણીમાં આશરે 13 લાખથી વધુ ફર્સ્ટ ટાઈમ વોટર પોતાના મતાધિકારનો ઉપયોગ કરનાર છે.

પહેલી વખત મતદાન કરનારા મતદારો સહિતના તમામ મતદારો મતદાન પ્રક્રિયા વિશે અનેક મૂંઝવણો અનુભવતા હોય છે. આથી તેઓ મતદાન પ્રક્રિયાનો Virtual Reality દ્વારા જાત અનુભવ કરી શકે તે માટે મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરીની સહભાગીતામાં GTPL અને Virtual Heights દ્વારા ઈલેક્શન મેટાવર્સને વિકસાવવામાં આવ્યું છે.

વર્ચ્યુઅલ રિયાલીટી આધારિત ટેક્નોલોજીની મદદથી કમ્પ્યુટર અને એન્ડ્રોઈલ મોબાઈલ મારફત મતદાર પોતે વર્ચ્યુઅલી મતદાન મથકમાં પ્રવેશથી લઈ મતદાન કરવા સુધીની સમગ્ર પ્રક્રિયાનો જાતે અનુભવ કરી શકશે. https://learn2vote.ceogujaratgov.com/ પર ક્લિક કરી ઈલેક્શન મેટાવર્સનો ઉપયોગ કરી શકાશે.

author

Shubham Agrawal

www.jantanews360.com આ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights