Thu. Jan 16th, 2025

અમદાવાના મોટેરાથી ગાંધીનગર સુધી મેટ્રો ટ્રેનનો રૂટ તૈયાર છે, જુલાઈ અંતમાં ટ્રેન ચાલુ થઈ જવાની સંભાવના

મોટેરાથી ગાંધીનગરના સેક્ટર 1 સુધી મેટ્રો ટ્રેન દોડાવવા આવશે તે માહિતી પ્રાપ્ત થઈ છે તેમાટે હાલ મેટ્રો કોર્પોરેશન દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી રહી છે. એક સાથે ચાર ટ્રેનને બ્રિજ ઉપર મૂકી ટેસ્ટિંગ કરવા માટે રૂટ ઉપર આવતા નર્મદા કેનાલના બ્રિજ અને સાબરમતી નદીના બ્રિજ ઉપર લોડ ટેસ્ટિંગની કામગીરી કરવામાં આવી હતી.           ગાંધીનગરને અમદાવાદ સાથે મેટ્રો રેલથી કનેક્ટ કરવા માટે છેલ્લા ઘણા વર્ષોથી કામગીરી કરવામાં આવી રહ્યી છે અને આ કામગીરી હવે આખરી તબક્કામાં છે. મોટેરાથી ગાંધીનગર સુધી મેટ્રો રેલનો રૂટ તૈયાર છે. હાલ મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા રૂટ ઉપર અલગ અલગ પ્રકારે ટેસ્ટિંગ થઈ રહ્યું છે. જેના ભાગરૂપે મોટેરાથી કોબા સર્કલ વચ્ચે આવતા નર્મદા કેનાલના કેબલ સ્ટેડ બ્રીજ ઉપર લોડ ટેસ્ટિંગ થયું અને આ ટેસ્ટીંગમાં એક સાથે ચાર જેટલી ટ્રેનો બ્રિજ ઉપર ઉભી કરીને બ્રિજની ક્ષમતા ચકાસવામાં આવી. આ ઉપરાંત કોબા પીડીપીયુથી ગિફ્ટ સિટી વચ્ચે આવતી સાબરમતી નદીના બ્રિજ ઉપર પણ આ જ પ્રકારનું લોડ ટેસ્ટિંગ થઈ ગયું છે.

Related Post

Verified by MonsterInsights