Wed. Dec 4th, 2024

અમદાવાદના પ્રહલાદનગરમાં ખાનગી બસ અને બાઈક વચ્ચે અકસ્માત ,બાઈકચાલક ઘાયલ

અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં આવેલ રાહુલ ટાવરના ચાર રસ્તા પાસે એક ખાનગી બસ ઓવર સ્પીડમાં આવી રહી હતી. આ બસ સ્ટાફના પિક અફ ડ્રોપ માટે ઉપયોગમાં લેવાઈ રહી હતી. વહેલી સવારે આ રસ્તા પરથી પતિ પત્ની સહિત અન્ય જણ એક બાઈક પરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે સ્પીડમા હંકારી રહેલા ખાનગી બસના ડ્રાઈવેર બાઈકને અડફેટે લઈને તેને ધસેડ્યો હતો. જેથી બાઈક ચલાવનાર શખ્સ ગંભીર રીતે ઘાયલ થયો હતો. સાથે જ મહિલા પણ અકસ્માતમાં ઘવાઈ હતી.

જે બાદ 108 ને ફોન કરી બોલાવવામાં આવી હતી તેઓને 108માં સારવાર દ્વારા હોસ્પિટલ લઈ જવાયો હતો. એક પ્રત્યક્ષદર્શીના કહ્યા મુજબ, ખાનગી બસ ઓવર સ્પીડમાં હતી અને ચાર રસ્તાથી બાઇકને અડફેટે લઇને ગાડીએ ધસેડ્યો હતો. અકસ્માતની જાણ થતા જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. જોકે, આ ખાનગી બસ કયા કંપનીની તે હજી જાણવા મળ્યુ નથી. અકસ્માત બાદ બસનો ચાલક અને તેમાં સવાર ચારથી પાંચ જણા ત્યાંથી ફરાર થઈ ગયા હતા.

Related Post

Verified by MonsterInsights