Fri. Sep 20th, 2024

અમદાવાદના સાણંદ ગામમાં જ્યાં એક પરિણીતાએ સાસરિયા ત્રાસથી ઘરમાં જ ગળેફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું

દહેજના દાનવે વધુ એક મહિલાનો જીવ લીધો. બનાવ બન્યો અમદાવાદના સાણંદ ગામમાં જ્યાં એક પરિણીતાએ સાસરિયા ત્રાસથી ઘરમાં જ ગળેફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું.

દહેજના દાનવે વધુ એક મહિલાનો જીવ લીધો. બનાવ બન્યો અમદાવાદના સાણંદ ગામમાં જ્યાં એક પરિણીતાએ સાસરિયા ત્રાસથી ઘરમાં જ ગળેફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું. હાલ સાણંદ પોલીસે આત્મહત્યાના દુષપ્રેરણ અને ત્રાસ અંગે ફરિયાદ નોંધી 3 વ્યક્તિઓની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

ફોટોમાં દેખાતી પરિણીતાએ આ દુનિયાને અલવિદા કહી દીધું છે અને કારણ હતું સાસરિયાનો ત્રાસ. સાસરિયા વાળા અવનીને કરિયાવરના નામે દહેજ માંગણી કરતા અને શારીરિક માનસિક ત્રાસ આપ્તા હતા. જે અંગે સાણંદ પોલીસ સ્ટેશનમાં મૃતક અવની દેવમુરારીના પરિવારે આક્ષેપ કરતા ફરિયાદ પણ લખાવી. અવની સાણંદમાં લગ્ન કરી શિક્ષક તરીકે નોકરી સુખી જિંદગી જીવતી પણ કરિયાવર માટે ત્રાસ આપતા સાસરિયાના લીધે ઘરમાં જ ગળેફાંસો ખાઈ લીધો.

ફરિયાદી મહિલાના પરિવારજનોએ સાસરિયા વિરુદ્ધ આત્મહત્યાની ફરિયાદ નોંધાવતા આક્ષેપ પણ કર્યા હતા કે આઈશાની જેમ મરનાર પરિણીતાએ ફોટો લીધા હતા. લગ્ન 2 વર્ષ પહેલાં રાજકોટના રવિરાજ દેવમુરારી સાથે થયા હતા. બન્ને સાણંદમાં એક ફ્લેટમાં ભાડે રહેતા હતા અને આરોપી પતિ અમદાવાદની ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. ગત બીજી જૂનના રોજ ફરિયાદીની પત્ની ઉપર મરનાર અવનીના સસરાનો ફોન આવ્યો અને કહ્યું કે અવનીની તબિયત બહુ ખરાબ છે જેથી ફરિયાદી જમાઈ સહિત અન્ય લોકોને સંપર્ક કરી અમદાવાદ આવવા નીકળી ગયા હતા.

જોકે તેમને જાણ થઈ ગઈ હતી કે તેમની દીકરીનું મોત થઈ ગયેલ છે. સમગ્ર મામલે ફરિયાદી દ્વારા સાણંદમાં ફરિયાદ દાખલ કરવામાં આવી અને જેમાં ગંભીર આરોપ લગાવવા માં આવ્યા છે. ફરિયાદીનું કેહવું છે કે મરનાર 20 દિવસ પહેલા તેમના ઘરે આવી હતી અને ત્યાં તેને પોતાની માતા સાથે વાત કરી હતી કે રવિરાજનો એક સ્ત્રી સાથે પ્રેમ સંબંધ છે અને તે પોતાના પગારનો હિસાબ પણ આપતા નથી અને મરનારનું ATM પણ પોતાની પાસે રાખે છે. સાથો સાથ સાસુ સસરા પણ કરિયાવરમાં કાંઈ લઈને આવી નથી અને રવિરાજને એક ફ્લેટ લેવો છે તો રૂપિયા લેતી આવ કહી હેરાન કરતા હતા. હાલ તો સાણંદ પોલીસે ફરિયાદ આધારે પતિ સહિત સાસુ સસરાની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

Related Post

Verified by MonsterInsights