- સ્વજનનો કોઈ ડેટા જ હોતો નથી.
- સ્વજનો આક્ષેપ કરે તો દર્દીને જ કાઢી મુકવામાં આવે છે.
અમદાવાદ શહેરમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં દર્દી અને તેમના સગા દ્વારા ગંભીર આક્ષેપો થઈ રહ્યા હોય તેવું લોકોમાં ચર્ચાની વિષય બની ગયો છે. સિવિલ હોસ્પિટલમાં 1200 બેડ હોસ્પિટલ સતત વિવાદમાં રહી છે. ત્યારે હવે દર્દીના સ્વજનો દ્વારા હોસ્પિટલમાં હોબાળો થઈ રહ્યો છે. તાજેતરમાં કોઈ સ્વજન તેમના દર્દીને જે સારવર માટે જે ઈન્જેક્શન લખે છે તે આપતા જ ન હોવાનો આક્ષેપ કર્યો છે તો કોઈ દર્દી ક્યાં છે તેની સ્ટાફને ખબર જ હોતી નથી. મિડાયા કર્મી દ્વારા સુપ્રિટેન્ડેન્ટને ફોન કર્યો તો તેઓ કલાકો સુધી મીટીંગમાં હોવાનું વહાનું કાઢી રહ્યા છે. જ્યારે લોકોમાં આ ગંભીર આક્ષેપો વિશે અનેક ચર્ચા થતી જોવા મળી રહી છે.
સિવીલ હોસ્પિટલમાં સારવાર માટે આવેલ દર્દીઓનું અને સગાઓનું કહેવું છે કે સ્વજનનો કોઈ ડેટા જ હોતો નથી. સતત વિવાદમાં રહેલી અમદાવાદ સિવિલ હોસ્પિટલ ફરી ગંભીર આક્ષેપ સાથે વિવાદમાં આવી ગઈ છે. સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીની અતિ ગંભીર પરિસ્થિતિ વચ્ચે સિવિલ સુપ્રિટેન્ડન્ટ સતત તેમની વાહ વાહી મેળવવા કાર્યરત રહે છે. સરકારને પોતાની વાહવાહી કરવામાં માત્ર વ્યસ્તતા દેખાડે છે. પરંતુ ખરેખર હોસ્પિટલમાં દાખલ સ્વજનને તેમના દાખલ સ્વજનની કોઈ ખબર જ પહોંચતી નથી.
હોસ્પિટલમા આવેલ દર્દીના સ્વજનો આક્ષેપ કરે તો દર્દીને જ કાઢી મુકવામાં આવે છે. થોડાં સમય અગાઉ એક દર્દીને રોજ રેમડેસિવિર ઈન્જેકશન લખાયું હતું. પરંતુ તેમને ઇન્જેક્શન આપવામાં આવતા ન હોવાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે. બીજી તરફ એક દર્દીનું મોત થયા પછી તે હોસ્પિટલમાં આક્ષેપ કરે છે તો તેને કાઢી મુકવામાં આવે છે.