અમદાવાદમાં ધનિક પરિવારમાં પરિણીતાને કરાય છે વાઇફ સ્વેપિંગ માટે મજબૂર,પતિ જ સામેથી કરે છે જેઠ સાથે સંબંધ બાંધવા માટે મજબુર

0 minutes, 0 seconds Read

અમદાવાદના પોશ વિસ્તારમાં રહેતા પરિવારમાં અત્યંત શરમજનક કિસ્સો સામે આવ્યો છે, જેમાં પરિણીતાને પોતાનો પતિ જ પોતાના મોટા ભાઈ સાથે સંબંધ બાંધવા અને વાઈફ સ્વેપિંગ કરવા માટે મજબૂર કરતો હતો. આ વાતનો પરિણીતાએ વિરોધ કરતાં તેના પર સતત શારીરિક-માનસિક ત્રાસ ગુજારવામાં આવતો હતો. પરિણામે, પરેશાન પરિણીતા પોતાના પિયર જતી રહી અને આ અંગે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અમદાવાદના યુવક સાથે લગ્ન કરી પસ્તાઈ યુવતી
અમદાવાદ શહેરના પોશ ગણાતા વિસ્તારની અત્યંત ઘૃણાસ્પદ અને સમાજને શરમાવે એવી ઘટના પોલીસ સ્ટેશન પહોંચી છે. વૈભવી સોસાયટીમાં રહેતી નિશા (નામ બદલ્યું છે ) મૂળ મહેસાણાની રહેવાસી છે. પરિવારથી સુખી નિશાએ અમદાવાદના યુવક સાથે સંમતિથી લગ્ન કર્યા હતાં. લગ્ન બાદ પતિ રાજીવ(નામ બદલ્યું છે ) સાથે અમદાવાદ સંયુક્ત પરિવારમાં રહેતી હતી.

સોલા પોલીસ સ્ટેશનની ફાઈલ તસવીર.
સોલા પોલીસ સ્ટેશનની ફાઈલ તસવીર.

બેરોજગાર પતિ સાસરીમાંથી પૈસા લાવવા દબાણ કરતો
રાજીવ બેરોજગાર હતો એટલે સાસરિયાંમાં સતત તેના માટે રૂપિયા લાવવા દબાણ કરતું હતું. એટલેથી વાત ન અટકી તો નિશાને નોકરી કરવા દબાણ કરવામાં આવતું હતું. આ બધાની વચ્ચે નિશા અને રાજીવ બન્ને વિદેશ જવા નક્કી કર્યું. બંને નાઈજીરિયા ગયાં હતાં, જ્યાં રાજીવ નિશા પર ત્રાસ ગુજરતો. નિશા ગર્ભવતી થઈ એટલે પરત ભારત આવી હતી. બાળકને જન્મ આપ્યા બાદ રાજીવ ભારત આવ્યો અને આ વખતે ખૂબ જ મોટી યાતનાનો સામનો નિશાને કરવો પડ્યો હતો.

જેઠ સાથે સંબંધ બાંધવા દબાણ કરાતું
નિશા ઘરમાં હતી ત્યારે રાજીવે કહ્યું, તારે વાઇફ સ્વેપિંગ માટે તૈયાર થવું પડશે, જેથી નિશાએ કહ્યું, આ શું છે, જેના જવાબમાં રાજીવ કહ્યું, આપણે એકબીજાની પત્ની બદલીને તેની સાથે શરીર સંબંધ બાંધવા પડશે, એટલે મારા મોટા ભાઈ સાથે તારે જવું પડશે. એ સાંભળીને નિશા ગભરાઈ ગઈ અને આ વાતનો વિરોધ કર્યો હતો. નિશા એકલી હોય ત્યારે રાજીવનો મોટો ભાઈ સતત તેને અડપલાં કરતો અને ગમે તેમ કરી સેક્સ માટેની ચેસ્ટા કરતો હતો, જેથી નિશા આખરે બાળકો સાથે તેના પિયર જતી રહી હતી. આ સમગ્ર બાબત તેને તેના પરિવારના લોકોને કહી તો બધા ચોંકી ઊઠ્યા અને આખરે આ બેશરમ લોકો સામે કાર્યવાહી કરવા માટે પોલીસ ફરિયાદ કરી છે.

author

Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights