Wed. Jan 22nd, 2025

અમદાવાદમાં નરાધમ માસાએ ભાણીને મદદ માટે ઘરે બોલાવીને રેપ કર્યો

દાણીલીમડામાં સગા માસાએ પોતાની જ ભાણીને હવસનો શિકાર બનાવી બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવી હતી. સગીર વયની ભાણીને ઘરે મદદ કરવાના બહાને બોલાવી બળાત્કાર ગુજાર્યો હતો. દાણીલીમડા પોલીસે આ ઘટનામાં નરાધમ માસાની ધરપકડ કરી છે.

 

માસાએ ભાણીને હવસનો શિકાર બનાવી
ઘટનાની વિગતો મુજબ, દાણીલીમડા વિસ્તારમાં યુવક અને તેની પત્ની વચ્ચે ઝધડો થતા પત્ની રિસાઈને જતી રહી છે. જેથી આરોપી માસાએ સાળીને ઘર માં કોઈ ન હોવાથી મદદ કરવા માટે ભાણીને મોકલવાનું કહ્યું હતું. જેથી બનેવીની મદદ માટે 15 વર્ષીય પુત્રીને મોકલી હતી. માસાની સગીર વયની ભાણી પર નજર બગડી હતી. બે-બે વાર મરજી વિરુદ્ધ બળાત્કાર ગુર્જાયો હતો.

સગીરાની મોટી બહેન માસાના ઘરે આવી ત્યારે બાથરૂમમાં સગીરા કપડાં લોહીવાળા જોયા બાદ પૂછતાં બહાર આવ્યું હતું કે માસાએ આ કૃત્ય આચર્યું છે. જેથી દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ અને આરોપીની ધરપકડ કરાઈ હતી.

 

દાણીલીમડા પોલીસે આરોપીની કરી ધરપકડ
આરોપીની પૂછપરછમાં કબૂલાત કરી છે કે તેણે ભાણી સાથે બળાત્કાર ગુજાર્યો હતો એટલું જ નહીં ભાણી કોઈને પણ કહેશે તો મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારે હાલ નરાધમ આરોપીની ધરપકડ કરી મેડિકલ ટેસ્ટ કરાવી વધુ તપાસ શરૂ કરાઇ છે.

Related Post

Verified by MonsterInsights