ગાંધીનગરમાં તરછોડાયેલા સ્મિતની ઘટનાને હજી અઠવાડિયુ પણ થયુ નથી, ત્યાં પાંચ દિવસમાં જ ફરી એવો જ ઘાટ સર્જાયો છે. અમદાવાદના વેજલપુરમાં બાળક મૂકીને ફરાર થઈ જવાની ઘટના બની છે. વેજલપુરના એક એપાર્ટમેન્ટમાં રહેતી મિઝોરમની મહિલા પોતાના બે દિવસના નવજાતને છોડીને ફરાર થઈ રહી હતી, ત્યારે જ સ્થાનિકોએ તેને પકડી પાડી હતી.
મહિલા બાળકને મૂકીને ફરાર થઈ રહી હતી, ત્યારે રહીશોએ તેને દોડતી પકડી પાડી હતી અને પોલીસને સોંપી હતી. આમ, સ્થાનિકોની સજાગતાને કારણે આખરે એક નવજાત બાળક રઝળતા બચી ગયુ છે. જોકે, બાળક તરછોડનાર મહિલા મિઝોરમની હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોલીસે મહિલા સામે કાયદેસરની પ્રક્રિયા શરૂ કરી છે.
ગાંધીનગરના પેથાપુરમાં બનેલી ઘટનાનું અમદાવાદમાં પુનરાવર્તન થયું છે. ગાંધીનગરની ગૌશાળા બાદ હવે અમદાવાદમાંથી બે દિવસનું બાળક રઝળતુ મળી આવ્યું છે. માતા બે દિવસના બાળકને મૂકી ફરાર થઈ ગઈ છે. જો કે પોલીસે કલાકોમાં જ માતાની ભાળ મેળવી છે. સ્થાનિકોની સજાગતા અને પોલીસના પ્રયાસથી સફળતા મળી છે. બાળકની માતા મિઝોરમથી હોવાનો ખુલાસો થયો છે. પોલીસે માતાને ભાળ મેળવી કાયદેસરની પ્રક્રિયા શરૂ કરી છે. કુમળા બાળકને તરછોડીને માતા ફરાર થઈ જતા અનેક સવાલો ઉઠ્યા છે.