અમદાવાદમાં પ્રેમીએ સગીર પ્રેમિકા સાથે સેક્સ માણ્યા બાદ પોતાના જ હાથે ઝેરી દવા પીવડાવી હત્યા કરી ફરાર થઈ ગયો હતો. રખિયાલ પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી દિલીપ ઉર્ફે બોબો ઠાકોરની ધરપકડ કરી લીધી હતી. પરણિત પ્રેમી પોતાની સગીર પ્રેમિકાનું અપહરણ કરી ખેતરમાં લઈ ગયો હતો. જ્યાં યુવકે સગીરા સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. ત્યાર બાદ સગીરાએ લગ્ન કરવાની વાત કરતા આરોપી હત્યા કરી પ્રેમિકાની લાશ ઓઢવ રિંગ રોડ પર નાંખી ફરાર થઈ ગયો હતો.
રખિયાલ પોલીસ સ્ટેશનના પીઆઇ. જે. વી રાઠોડે જણાવ્યું હતું કે આરોપી અને મૃતક વચ્ચે પ્રેમ સંબંધ હતો અને આરોપી સગીરાનું અપહરણ કરી લઈ ગયો હતો. અપહરણનો ગુનો નોંધાયાના ગણતરીના કલાકોમાં જ આરોપીને પકડી અને પૂછપરછ કરતા પ્રેમિકાની હત્યા કરી લાશ રિંગ રોડ પર ફેંકી હોવાની કબૂલાત કરતા સમગ્ર ખુલાસો થયો હતો.

શહેરના રખિયાલ વિસ્તારમાં 15 વર્ષની સગીરા તેના પરિવાર સાથે રહેતી હતી. આ પરિવાર પહેલા દસક્રોઈ તાલુકાના હુકા ગામે રહેતો હતો. ગામમાં રહેતા દિલીપ ઉર્ફે બોબો ઠાકોરને સગીરા સાથે પ્રેમસંબંધ હતો. સગીરાના લગ્ન નક્કી થતા ભાગી જવાનો પ્લાન બનાવ્યો હતો. દિલીપ રખિયાલ આવી સગીરાને તેના બાઇક પર લઈ ગયો હતો. આરોપી દિલીપે પહેલેથી જ જંતુનાશક દવા ખરીદી રાખી હતી. સગીરાને અલગ અલગ જગ્યાએ લઈ જઈ તેની સાથે શારીરિક સંબંધો બાંધી બાદમાં ઝેરી દવા પીવડાવી હત્યા કરી લાશને ઓઢવ રિંગ રોડ પર ઝાડીઓમાં ફેંકી ઘરે જતો રહ્યો હતો.
બીજી તરફ દીકરી ગુમ થતા માતા-પિતા ફરિયાદ કરવા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા. રખિયાલ પીઆઇ જે.વી રાઠોડે તાત્કાલિક છોકરી અંગે તપાસ શરૂ કરી હતી. જેમાં હુકા ગામના દિલીપ ઠાકોર સાથે પ્રેમસંબંધ હોવાનું બહાર આવતાં તેની ગામમાંથી જ ધરપકડ કરી લીધી હતી.
આરોપીની પૂછપરછ કરતા દિલીપે લગ્ન કરેલા હતા અને અને તેને બે બાળકો હોવાથી તે આ સગીરાને અપનાવી શકે તેમ ન હતો, જેથી તેણીની હત્યા કરી નાખી હતી. આરોપીએ પોલીસ સમક્ષ તમામ હકીકતની કબૂલાત કરી હતી. રખિયાલ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.