અમદાવાદમાં સવાટા મારતા પવનની થયેલા વરસાદ બાદ શહેરમાં અનેક વૃક્ષો પડી ગયા અને પાણી ભરાયાં હોવાથી વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડયો, એવામાં લોકોના જીવ બચાવતી એક એમ્બ્યુલન્સ મેઘાણીનગર SBI પાસે એક ઝાડ પડવાથી ફસાઈ ગઈ હતી. મેઘાણીનગરના રહેતા નિકુલ મારૂ (સમાજ સેવક ) અને તેમની સાથી ટીમે ઝાડ હટાવાની જેમત કરી અને ફસાયેલી એમ્બ્યુલન્સને નિકળવામાં મદદ કરી હતી.
ઉલ્લેખનીય છે કે વિનાશક ચક્રવાત તોકતેનાં કારણે અમદાવાદ શહેરનાં વિવિધ વિસ્તારોમાં સુસવાટા મારતા પવનની સાથે-સાથે ભારે વરસદ થયો, જેથી શહેકમાં સર્વત્ર જળબંબાકારનાં દ્રશ્યો જાવો મળ્યા, વાવાઝોડાના કારણે શહેરનાં વિસ્તારોમાં અનેક વૃક્ષો ધરાશયી થયા તો, વરસાદનાં પાણી ભરાવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો, બીજી તરફ શહેરની સિવિલ હોસ્પિટલમા ઝાડ ધરાશાઈ થયું. તીવ્ર પવનના કારણે સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓના સ્વજનોની પરિસ્થિતી પણ કફોડી થઇ છે. સિવિલ હોસ્પિટલનાં રોડ ઉપર પાણી ભરાયાં. તો તંત્ર દોડતું થયું સિવિલમાં દર્દીઓની સારવારમાં કોઇ વિક્ષેપ ન પડે તે માટે તમામ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.