અમદાવાદ: અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટના ગાર્ડનમાં જ યુવતી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતી 19 વર્ષીય યુવતી ઈન્કમટેક્ષ ખાતે નોકરી કરતી હતી ત્યારરે ચંડોળા ખાતે રહેતા એક યુવકના સંપર્કમાં આવી હતી. જો કે, બાદમાં બંને વચ્ચે મિત્રતા થતાં યુવકે યુવતીને લગ્ન કરવાની લાલચ આપીને અલગ-અલગ જગ્યાએ લઈ જઈને અનેકવાર દુષ્કર્મ આચર્યું હતું. પરંત બાદમાં યુવકે યુવતીને તારી સાથે લગ્ન નહીં કરી શકું કહીને તરછોડી દીધી હતી.

JANTA FIRSTને મળેલી માહિતી અનુસાર ઈન્કમટેક્ષ ખાતે આવેલી એક ખાનગી ઓફિસમાં નોકકરી કરતી યુવતી ચંડોળા ખાતે રહેતા મનીષ કોરી નામના યુવકના સંપર્કમાં આવ્યા બાદ બંને મિત્ર બન્યા હતા અને મોબાઈલ નંબરને આપ લે કરી હતી. જો કે, યુવતી મનીષ સાથે વાત કરતી નહોતી. જેથી મનીષે યુવતીને ધમકી આપી હતી કે જો તું મારી સાથે વાત નહીં કરે તો હું મરી જઈશ. બાદમાં હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું તેમ કહીને યુવતીને વિશ્વાસમાં કેળવી હતી.

થોડા સમય બાદ મનીષે યુવતીને મળવા બોલાવી હતી અને યુવતીને લઈને રિવરફ્રન્ટ સી-પ્લેન એરોડ્રેમની પાછળના ભાગમાં બગીચામાં લઈ ગયો હતો અને યુવતી સાથે પ્રેમભરી વાતો કરીને લગ્ન લાલચ આપીને બગીચામાં શારીરિક સંબંધ બાંધ્યા હતા. બાદમાં મનીષ યુવતીને તેના ઘરે લઈ ગયો હતો અને ત્યાં પણ તેની સાથે સંબંધ બાધ્યા હતા. જો કે, ત્યારબાદ યુવતીને તરછોડી દેવાતા તેણીએ રિવરફ્રન્ટ પોલીસમાં ફરિયાદ નોંધાવતા યુવક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, લગ્નની લાલચ આપીને શારીરિક સંબંધ બાંધ્યા હોવાની અમદાવાદમાં અનેક ફરિયાદો પોલીસ સમક્ષ આવી છે. બીજી તરફ રિવરફ્રન્ટના ગાર્ડનમાં જ યુવતીને સાથે આ પ્રકારની ઘટના બનતા સિક્યુરિટી પર પણ સવાલ ઉભો થયો છે.

By Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page