ગુજરાતીઓ પોતાનાં શોખનાં કારણે ગમે તે કરી શકે છે. RTO નંબર માટે ગુજરાતીઓ લાખો રૂપિયાનો ખર્ચ કરતા હોય છે. અમદાવાદીઓ પોતાનો મનપસંદ નંબર મેળવવા માટે લાખો રૂપિયાનો ખર્ચી નાખતા હોય છે. હાલમાં જ આરટીઓ દ્વારા કારની નવી સિરીઝની હરાજી થઇ હતી. જેમાં નંબર 1 નામનો ડોક્ટર 4 લાખથી વધારેમાં વેચાયો હતો. આ ઉપરાંત 1111 નંબરને 2 લાખથી વધારેમાં વેચાયો છે.
આરટીઓ દ્વારા થયેલા કાર નંબર માટે ઓનલાઇન હરાજીનું આયોજન કરાયું હતું. હરાજીમાં 700 જેટલા લોકોને અલગ અલગ કિંમતે નંબર ફાળવવામાં આવ્યા હતા. જે પૈકી મોટાભાગના નંબરો સામાન્ય કિંમતે વેચાયા હતા. 1 નંબર મેળવવા માટે અનેક અરજદારોએ બોલી લગાવી હતી. જે અંતર્ગત 4.01 લાખ રૂપિયામાં વેચાયો હતો. જ્યારે 1111 નંબરને 2.17 લાખ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો.
અમદાવાદ આરટીઓ દ્વારા કારની નવી સિરીઝ GJ-01-WE માટે અરજદારો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવાઇ હતી. જે પૈકી 700 લોકોએ પોતાના મનપસંદ નંબર મેળવવા માટે ઓનલાઇન એપ્લીકેશન કર્યું હતું. એક નંબર માટે એક કરતા વધારે અરજદારો હોવાથી ઓનલાઇન હરાજી કરવામાં આવી હતી. જેમાં સૌથી ઉંચી બોલી લગાવનારાને પોતાનો મનપસંદ નંબર અપાવ્યો હતો.