Tue. Sep 17th, 2024

અમદાવાદ / કોંગ્રેસ સમિતિ દ્વારા આજે મોંઘવારીના વિરોધમાં જનચેતના આંદોલન, રેલીમાં કોવિડ નિયમોનો ખુલ્લેઆમ ભંગ

અમદાવાદ : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આજે 20 જુલાઈના રોજ મોંઘવારીના વિરોધમાં જનચેતના આંદોલન – રેલીનું આયોજન કરવામ આવ્યું હતું. આ રેલીમાં વધતી મોંઘવારી અને પેટ્રોલ-ડીઝલ વિરોધ કરવામાં આવ્યો. આજે કોંગ્રેસ દ્વારા રાજ્યના તાલુકા, જિલ્લાઓ અને મહાનગરપાલિકા વિસ્તારોમાં કાર્યક્રમો બાદ અમદાવાદમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું.


આ રેલી પાલડી પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયથી રૂપાલી ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીના સ્ટેચ્યુ સુધી યોજાયી. રેલીમાં કોવીડ ગાઈડલાઈન અને નિયમોનો ખુલ્લેઆમ ભંગ થતો જોવા મળ્યો હતો. રેલીમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાયું ન હતું અને લોકોએ માસ્ક પણ પહેર્યા નહોતા.

Related Post

Verified by MonsterInsights