અમદાવાદ શહેરમાં ચેતવણી સમાન કિસ્સો સામે આવ્યો, સેનેટાઇઝરની બોટલ ગેસ ઉપર પડતા મહિલા સગળી હતી

0 minutes, 0 seconds Read

હાલ કોરોનાકાળમાં સેનેટાઇઝરનો ઉપયોગ તમામ લોકો કરી રહ્યાં છે. ત્યારે અમદાવાદ શહેરમાં ચેતવણી સમાન કિસ્સો સામે આવ્યો છે. શહેરનાં નરોડા વિસ્તારમાં સેનેટાઇઝરની બોટલ ગેસ ઉપર પડતા મહિલા સગળી હતી અને સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ ઘટના અંગે કૃષ્ણનગર પોલીસે અકસ્માતે મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

થોડા સમય પહેલા મધ્ય પ્રદેશના ભીંડમાં હોળીના દિવસે ડ્રાય ડે હોવાથી શહેરમાં દારૂ મળ્યો ન હતો. જેથી 3 મિત્રોએ દારૂ ન મળતા નશો કરવા માટે સેનેટાઇઝર પી લીધું હતું. આવી બેદરકારીને કારણે બે લોકોનાં મોત નીપજ્યાં, જ્યારે ત્રીજાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. ઘટના ભીંડના ચતુર્વેદી નગરની છે. અહીં રહેતા રિંકુ લોધી, અમિત રાજપૂત અને સંજુએ હોળીના દિવસે પાર્ટી કરી હતી. ડ્રાય ડેને કારણે આ લોકોને દારૂ ન મળી શક્યો, ત્યારબાદ ત્રણેય બે બોટલ સેનિટાઇઝરની વ્યવસ્થા કરી હતી.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, 25 વર્ષનાં જયશ્રીબહેન દેવીલાલ લુહાર શહેરનાં નવા નરોડા વિસ્તારમાં મનોહરવિલા ચાર રસ્તા પાસે શ્યામલપાર્ક સોસાયટીમાં રહેતા હતા. તેઓ તારીખ 29મીનાં રોજ રાતના 11 વાગે પોતાના ઘરમાં દૂધ ગરમ કરતા હતા. આ સમયે રસોડોમાં ગેસની ઉપરની બાજુમાં મુકેલી ખાંડની બરણી લેવા જતાં ત્યાં બાજુમાં સેનેટાઇઝરની બોટલ હતી જે ગેસ ઉપર પડી હતી. જે બાદ અચાનક મોટો ભડકો થયો હતો.

આ ભડકાને કારણે મહિલા ગંભીર રીતે દાઝ્યા હતા. તેમને તરત જ સિવિલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું છે. આ અંગે કૃષ્ણનગર પોલીસે અકસ્માતે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

author

Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights