અમદાવાદ : રાજ્યની રૂપાણી સરકારના પાંચ વર્ષ પુરા થવાના ઉપલક્ષ્યમાં આજે આઠમાં દિવસે શહેરી સુખાકારી દિવસની ઉજવણી કરવામાં આવી. આજે રાજ્યભરમાં 40 સ્થળોએ જનસુખાકારીના કાર્યક્રમો યોજાશે.

અમદાવાદ મહાનગરપાલિકામાં વર્લ્ડ બેંકની મદદથી ડ્રેનેજ-સ્ટ્રોમ વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચરના રૂ.3000 કરોડના કામનો શુભારંભ કરવામાં આવ્યો.

આ સાથે જ શહેરોના સર્વાંગી વિકાસ માટે 8 મહાનગરપાલિકા અને 156 નગરપાલિકાને રૂ.1000 કરોડના ચેક આપવામાં આવશે.

આજે શહેરોમાં જનસુખાકારી 3839. 94 કરોડના 247 કામોનું ખાતમુહુર્ત અને 1161.18 કરોડના 244 કામોનું લોકાર્પણ કરવામાં આવશે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page