કોરોનાના વધતા કેસોને જોતાં IPL 2021 મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો
સમાચાર એજન્સી ANI દ્વારા જણાવ્યાનુસાર IPLનું ચૌદમું સંસ્કરણ ભારતમાં સતત વધી રહેલા કોરોનાના કેસોને કારણે મોકૂફ રાખવાની જાહેરાત કરાઈ છે.
નોંધનીય છે કે આ વખત IPL ભારતમાં જ યોજાઈ હતી. પરંતુ પાછલા અમુક દિવસોમાં જુદી જુદી ટીમોના ખેલાડીઓ અને સ્ટાફ કોરોના પૉઝિટિવ આવવાને કારણે મૅચ મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો હતો.
જોકે, હવે સમગ્ર ટુર્નામેન્ટ જ મોકૂફ રાખવાની જાહેરાત કરી દેવાઈ છે.