આયુષ મંત્રાલયે જણાવ્યાં, કોરોનાથી બચવા માટે સરળ ઉપાય, અપનાવો અને બીમારીથી દૂર રહો

0 minutes, 1 second Read

લોકોને કોરોના વાયરસથી બચાવવા અને તેમની ઈમ્યુનિટી સ્ટ્રોંગ કરવા માટે દેશના આયુષ મંત્રાલયે પણ કેટલાક સૂચનો આપ્યા છે. આયુર્વેદ પર આધારિત આ ઉપાય સંપૂર્ણ રીતે કુદરતી છે અને તેની કોઈ આડ અસર પણ નથી.

હાલના સમયમાં જે ઝડપથી લાખો લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઈ રહ્યા છે અને હજારો લોકોના મોત થઈ રહ્યા છે તેને જોતા સંક્રમણથી બચવું જ હવે તો એકમાત્ર ઉપાય જોવા મળી રહ્યો છે. આ માટે તમારે મજબૂત ઈમ્યુનિટીની જરૂર છે. જેથી કરીને વાયરસથી સંક્રમિત થતા બચો અને જો કોઈ કારણસર સંક્રમિત થાઓ તો પણ તમે જલદી અને કોઈ પણ નુકસાન વગર સંક્રમણથી રિકવર થઈ જાઓ.

રોજ પીઓ ગરમ પાણી

ઠંડુ પાણી કે ઠંડી ચીજો ખાવી જોઈએ નહીં. એવી ચીજો ન ખાઓ જેનાથી તમારું ગળું ખરાબ થઈ શકે છે કે શરદી ઊધરસની આશંકા થઈ શકે છે. તેની જગ્યાએ દિવસમાં અનેકવાર ગરમ પાણી પીઓ. આ સાથે જ ગરમ પાણીમાં ચપટી મીઠું અને હળદર નાખીને કોગળા કરો.

ઘરનો બનેલો તાજો ખોરાક ખાઓ

હાલના સમયમાં જ્યારે સંક્રમણનું જોખમ સૌથી વધુ છે ત્યારે શક્ય હોય તો તમારા હાથે બનેલી તાજી વસ્તુઓ જ ખાઓ અને બહારના ભોજનનો ઓર્ડર કરતા બચો. આ સાથે જ ઘરના ભોજનમાં હળદર, જીરૂ, લસણ, આદુ અને કોથમિર જેવા મસાલા જરૂર નાખો. આ ચીજો નેચરલ રીતે શરીરની ઈમ્યુનિટી મજબૂત કરે છે.

યોગથી દૂર ભાગશે રોગ

આયુષ મંત્રાલયની સાથે જ અનેક હેલ્થ એક્સપર્ટ્સ પણ કહી રહ્યા છે કે હાલ તમે જ્યારે ઘરમાં બંધ છો, કોઈ એક્ટિવિટી થઈ રહી નથી ત્યારે આવા સમયમાં ઘરે જ યોગ કરીને તમે ઈમ્યુનિટી મજબૂત કરી શકો છો જેથી કરીને રોગ તમારી પાસે પણ ન ફરકે. પ્રાણાયામ, યોગ, અનુલોમ-વિલોમ, ડીપ બ્રિધિંગ એક્સર્સાઈઝ…આ તમામ ચીજો તમારા ખુબ કામ આવી શકે છે.

આ ઉપાય પણ છે એકદમ કારગર

દિવસમાં એક કે બેવાર વરાળ લો, તમે ઈચ્છો તો સાદા પાણીથી પણ સ્ટીમ લઈ શકો છો. કે પછી પાણીમાં ફૂદીનાના પાંદડા કે અજમો નાખીને પણ વરાળ લઈ શકાય. જો ઊધરસ કે ગળામાં ખરાશની સમસ્યા હોય તો લવિંગ કે મુલેઠીનો પાઉડર મધ સાથે ભેળવીને દિવસમાં 2-3 વાર લઈ લો. પરંતુ સમસ્યા જો યથાવત રહે તો ડોક્ટરનો સંપર્ક કરો. ઓઈલ પુલિંગની ટેક્નિક પણ ફાયદાકારક છે. જેમાં 1 ચમચી તેલ કે નારિયેળનું તેલ મોઢામાં નાખો. 2-3 મિનિટ સુધી તેલને આખા મોઢામાં ઘૂમાવતા રહો અને પછી થૂંકી નાખો. તેલ ગળી જતા નહીં. ત્યારબાદ ગરમપાણીથી કોગળા કરી નાખો.

 

(નોંધ- કોઈ પણ ઉપાય અજમાવતા પહેલા હંમેશા કોઈ વિશેષજ્ઞ કે ચિકિત્સકની સલાહ લો. આવી જાણાકારી માટે જવાબદારીનો દાવો કરતા નથી)

author

Shubham Agrawal

www.jantanews360.com આ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights