આંતરરાષ્ટ્રીય બજારમાં, યુએસ ડોલર ઘટીને 2.5 મહિનાની નીચી સપાટી પર આવી ગયો છે. કોરોનાને કારણે અમેરિકન અર્થવ્યવસ્થા વિશે વધતી ચિંતાઓને કારણે આવું થઈ રહ્યું છે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે વિશ્વભરમાં કેટલીક કરન્સી એવી પણ છે કે જેની કિંમત યૂએસ ડોલર કરતા પણ વધારે છે
ઓમાન : ઓમાન એમ તો નાનકડો દેશ છે પરંતુ તેની કરન્સીનું મૂલ્ય વધુ છે. ત્યાની કરન્સી છે રિયાલ. 1 રિયાલ = 2.60 અમેરીકલ ડોલર અને 1 રિયાલ = 190.49 રૂપિયા
બહેરીન દિનાર : બહેરીન પણ ઇસ્લામિક દેશ છે અને અહીં પણ દિનાર ચાલે છે. બહેરીન 1971માં આઝાદ થયો અને સંવૈધાનિક રાજતંત્રની સ્થાપના થઇ. 1975માં નેશનલ એસેમ્બલી ભંગ થઇ. 1990માં કુવૈતના હુમલા બાદ બહેરીન સંયુક્ત રાષ્ટ્રસંઘનું સદસ્ય બન્યુ. તે અરબ જગતનો એક ભાગ છે. 1 દીનાર = 2.66 અમરીકન ડોલર અને 1 દીનાર = 194.72 રૂપિયા.
કુવૈતી દીનાર : કુવૈતની કરન્સી દીનાર છે. તેની સામે અમેરિકન ડોલર પણ કમજોર જોવા મળે છે. 1 દીનાર = 3.32 અમેરિકન ડોલર અને 1 દીનાર = 243 ભારતીય રૂપિયા. દીનારને 1961માં ગલ્ફ કરન્સીના સ્થાન પર શરૂ કરવામાં આવ્યુ હતુ. કહેવામાં આવે છે કે શરૂઆતમાં તે એક પાઉંડ સ્ટર્લીંગના સમાન હતુ. વર્ષ 1990માં ઇરાકના કબજા દરમિયાન કુવૈતી દીનારના સ્થાને ઇરાકી દીનાર શરૂ કરવામાં આવ્યા હતા. કબજામાંથી મુક્ત થયા બાદ કુવૈતી દિનારની નવી શ્રૃખંલા બહાર પાડવામાં આવી