એક ફુલ દો માલીથી ઉલટ અહીં બે ફુલ અને એક માળીની ઘટના સામે આવી છે. પોતાની પ્રેમિકા સાથે અવાર નવાર હોટલમાં જઇને રંગરેલિયા મનાવવા જતા યુવકને તેની પ્રેમિકાએ રંગેહાથ ઝડપી લીધો હતો. યુવતીએ પોતાના પ્રેમિને વીડિયો કોલ કર્યો હતો દરમિયાન તે બહાર હોવાનાં ગલ્લા તલ્લા કરીને બહાના કરી રહ્યો હતો. જો કે યુવતી હોટલની ડિઝાઇનનાં આધારે હોટલ પર પહોંચી ગઇ હતી. ત્યાં યુવકને અન્ય યુવતી સાથે ઝડપી લીધી હતી.
યુવતીએ હાલ તો લગ્નની લાલચે બળાત્કારનો ગુનો યુવક વિરુદ્ધ દાખલ કર્યો છે. એક જ સમયે અલગ અલગ યુવતીઓ સાથે સંબંધો રાખતા ગોમતીપુરનાં પ્લે બોયને યુવકને તેની જ પ્રેમિકાએ વડોદરાથી આવીને ઝડપી લીધો છે. પ્લેબોયનાં થોડા દિવસો બાદ આ બંન્ને યુવતીઓ ઉપરાંત ત્રીજી યુવતી સાથે લગ્ન થવાનાં છે. યુવક જે યુવતી સાથે જડપાયો તે તેની પ્રેમિકા છે. આ ઉપરાંત તે અન્ય એક યુવતી સાથે પણ સંબંધ ધરાવે છે જેણે દરોડો પાડ્યો હતો. જ્યારે ત્રીજી જ યુવતી સાથે તેનાં થોડા સમયમાં લગ્ન થવાનાં છે.
બરોડામાં રહેતી એક યુવતીએ ગઇકાલે મણિનગર પોલીસ સ્ટેશનમાં ગોમતીપુરમાં રહેતા ફઝલ ઉર્ફે આરીફખાન પઠાણ વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ દાખલ કરી છે. યુવતીના આક્ષેપ અનુસાર તે મુળ અમદાવાદની છે. 2013માં તેના લગ્ન વડોદરામાં થયા હતા. લગ્ન બાદ જો કે થોડા સમયમાં તેના છુટાછેડા થયા હતા. દિકરીની કસ્ટડી પતિ પાસે હોવાથી યુવતી એકલી જ રહે છે.
2017 માં આ યુવતીનો સંપર્ક ફઝલ સાથે થયો હતો. ત્યાર બાદ બંન્ને પ્રેમમાં પડ્યા હતા. ફઝલની આર્થિક સ્થિતિ સારી નહી હોવાથી યુવતી ફઝલને આર્થિક મદદ કરતી હતી. આ ઉપરાંત બંન્ને અવાર નવાર હોટલોમાં મળીને રંગરેલિયા મનાવતા હતા. ગત્ત વર્ષે યુવતીની માતાને કોરોના થાત તેને સારવાર માટે અમદાવાદ લાવ્યા હતા. જેથી યુવતી મણીનગર ખાતેની હોટલમાં રોકાઇ હતી. જ્યાં ફઝલ અવાર નવાર આવીને સંબંધો બાંધતા હતા.
જો કે ત્યાર બાદ તે વડોદરા પરત ફરી ત્યારે ફઝલને અન્ય યુવતી સાથે સંબંધ હોવાની શંકા ગઇ હતી. જેથી યુવતીએ કાલે વીડિયો કોલ કર્યો. જેમાં રૂમની છત જોઇ હતી. જેના આધારે તે હોટલની ઓળખ કરીને પોલીસ સાથે ત્યાં પહોંચી ગઇ હતી. મણીનગરની આ હોટલમાં ફઝલને રંગેહાથ ઝડપી લીધો હતો.