Wed. Dec 4th, 2024

વેક્સિન બાદ વધુ એક વિવાદ / ગુજરાતની જાણીતી ગાયિકા ગીતા રબારી અને ડાયરા આયોજક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ

કચ્છ : કચ્છના રેલડીના ફાર્મ હાઉસ ખાતે લોકગાયક ગીતા રબારીના ડાયરાનું આયોજન કરાયું હતુ. જેને લઇને આયોજક સંજય ઠક્કર અને લોકગાયિકા ગીતા રબારી સામે પેડી પ્રસંગ વૈભવી ડાયરામાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

જોકે જેન્તી ભાનુશાળી હત્યા કેસમાં આરોપી જેન્તી ડુમરા પણ હાજર હોવાની ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે લોકગાયક ગીતા રબારી ફરી એકવાર વિવાદમાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, લોકડાઉન દરમિયાન ગીતા રબારીના આવા ત્રણ કિસ્સાઓ ચર્ચામાં આવ્યા હતા.

કચ્છમાં લોકગાયિકા ગીતા રબારી ફરી વિવાદમાં આવ્યા છે. કચ્છના એક ફાર્મ હાઉસમાં, લોક ગાયિકા ગીતા રબારીના ડાયરામાં લોકો જોડાતા કોવિડ ગાઇડલાઇનના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા. ગીતા રબારી અને ડાયરા આયોજક સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

 

Related Post

Verified by MonsterInsights