કોરોનાનો ડેલ્ટા વેરિઅન્ટ ચાઇનાના મેન્યુફેક્ચરિંગ હબના ગુઆંગડોન્ગ પ્રાંતમાં હાહાકાર મચાવ્યો છે. ગુઆંગડોન્ગ પ્રાંતમાં ડેલ્ટાના કેસ એટલા ઝડપથી વધી રહ્યા છે કે ગુઆંગડોન્ગમાં લોકડાઉન જેવી પરિસ્થિતિ જોવા મળી છે. ચીનના સૌથી વધુ વસ્તીવાળો અને ઉત્પાદન કેન્દ્ર ગુઆંગડોન્ગ પ્રાંતને કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટની ચપેટમાં આવ્યુ છે. અહીં જોવા મળેલા ડેલ્ટા વેરિઅન્ટને કારણે ચીનનો શ્વાસ પણ હવે ફુલી ગયો છે. કારણ કે, ડેલ્ટા વેરિઅન્ટ ખૂબ ઝડપથી ફેલાય છે. તેથી ગુઆંગડોન્ગ વહીવટીતંત્રે કોઈને પણ બિનજરૂરી રીતે ઘરની બહાર ન નિકળવાની સલાહ આપી છે.
જો કોઈ ગુઆંગડોન્ગમાં ઘરની બહાર નીકળે છે, તો તેણે તેની સાથે કોરોનાનો નેગેટિવ રિપોર્ટ રાખવો પડશે. સરકારના આંકડા મુજબ 21 મેથી ગુઆંગડોન્ગમાં કોરોના કેસ વધી ગયા છે.
ગુઆંગડોન્ગ પ્રાંત મેન્યુફેક્ચરિંગનું હબ છે. મોટી સંખ્યામાં બહારના લોકો અહીં આવે છે. અને ગુઆંગડોંગથી મોટી સંખ્યામાં કાર્ગો વહન કરવામાં આવે છે.
ગુઆંગડોન્ગ હાલમાં કોરોનાના ડેલ્ટા વેરિયન્ટ સામે ઝઝૂમી રહ્યુ
ચીનના નિષ્ણાતોના મતે, ગુઆંગડોન્ગ હાલમાં કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટ સામે લડી રહ્યુ છે. નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે ડેલ્ટા વેરિયન્ટ અન્ય ચીની રાજ્યોમાં ખૂબ ઝડપથી ફેલાઈ શકે છે. તેથી ગુઆંગડોન્ગમાં કોરોનાનું પરીક્ષણ વધુ તીવ્ર કરવામાં આવ્યું છે. ચાઇનીઝ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ડેલ્ટા વેરિઅન્ટ આલ્ફા વેરિઅન્ટ કરતા 40 ટકા વધુ સંક્રમણ ફેલાવે છે. ડેલ્ટા વેરિઅન્ટ પણ કોરોના રસીના એક અથવા બે ડોઝ લેનારને સંક્રમિત કરી શકે છે. ત્યારે ડેલ્ટાનો બીજો ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પણ સામે આવ્યો છે.