Wed. Sep 18th, 2024

કોરોના કાળમાં તનતોડ મહેનત કરતા આરોગ્ય કર્મીઓ માટે ગુડ ન્યૂઝ

નવી દિલ્હીઃકોરોના કાળમાં તનતોડ મહેનત કરતા આરોગ્ય કર્મીઓ માટે ગુડ ન્યૂઝ છે. કોવિડમાં 100 દિવસ ડ્યુટી કરનારાને આરોગ્ય કર્મચારીઓને સરકારી નોકરીમાં પ્રાથમિકતા અપાશે. કોરોના સામેની લડાઈમાં આરોગ્ય કર્મચારીઓના જુસ્સાને બિરદાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ જાહેરાત કરી છે.

ગૃહમંત્રાલયે પ્રેસ કોન્ફરન્સ દ્વારા કેટલાક મહત્ત્વના નિર્ણયોની જાહેરાત કરી છે. જે અંતર્ગત કોરોના સંક્રમણના વધતા વ્યાપને કારણે તબીબી કર્મીઓની સંખ્યા વધારવામાં આવશે. કોવિડ વોર્ડમાં ડ્યુટી કરનાર તબીબી વર્ગને સરકારી નોકરીમાં અગ્રિમતા આપવામાં આવશે. તેમાં પણ કોવિર્ડ વોર્ડમાં 100 દિવસ ડ્યુટી બજાવનાર તબીબને પ્રાથમિકતા આપવામાં આવશે. સાથે જ એમબીબીએસના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને હોમ આઇસોલેશનમાં રહેતા દર્દીઓનો ટેલી પરામર્શ કરવાની મંજૂરી આપી છે. કોરાના મહામારીમાં ફ્રન્ટ લાઇન વોરિયર્સની સેવાને બિરદાવવા કોવિડ રાષ્ટ્રીય સેવા સન્માનથી તેમને નવાજવામાં આવશે.ગૃહ મંત્રાલય દ્વારા નીટ – પીજીની લેવાનારી પરીક્ષાને આવનારા 4 મહિનાઓ માટે સ્થગિત કરાઇ છે.

બીજી તરફ નાણાં મંત્રાલયે કોવિડ-19ને લગતા રો- મટિરિયલ્સની આયાત પર કોઇપણ પ્રકારનો જીએસટી નહીં લગાડવાનો નિર્ણય લીધો છે. આ સાથે નાણા મંત્રાલયે જણાવ્યું કે, વિદેશોથી કોવિડ-19ને લગતી રાહત સામગ્રીને મંગાવવા પર રાજ્ય સરકારોને કોઇ પણ પ્રકારનો જીએસટી ખર્ચ ચૂકવવો પડશે નહીં. જોકે, તે માટે રાજ્યોએ આ રાહત સામ્રગીનું નિ:શુલ્ક વિતરણ કરવું પડશે. ઉલ્લેખનીય છે કે, આ રાહત સામ્રગીમાં જરૂરી ઇન્જેક્શન રો- મટીરિયલ અને મેડિકલ જરૂરિયાતો માટેના ઓક્સિજનનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Related Post

Verified by MonsterInsights