Fri. Oct 4th, 2024

ગંગાના પાણીમાં લાશોનો પ્રવાહ : બક્સર બાદ યુપી-બિહારની બોર્ડર પાસે ગંગામાં અનેક મૃતદેહ મળ્યા

કોરોના મહામારીની વચ્ચે અનેક જગ્યાઓ પર નદીની અંદર મૃતદેહ મળવાનો સિલસિલો યથાવત છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં આવી ઘટનાઓ સામે આવી હતી. ત્યારબાદ બક્સરમાં પણ અનેક મૃતદેહો મળ્યા હતા. ત્યારે હવે બક્સર બાદ યુપી-બિહારની બોર્ડરના ગહમર ગામ પાસે ગંગા નદીમાં અનેક ડઝન મૃતદેહ મળતા તે વિસ્તારમાં હડકંપ મચ્યો છે. નદીમાં આ રીતે મૃતદેહ મળતા લોકોને ચેપી રોગના ફએલાવવાનો ડર લાગી રહ્યો છે. મૃતદેહો મળ્યા બાદ ગામલોકોએ જિલ્લા પ્રશાસનને જાણ કરીને માંગ કરી છે કે આ મૃતદેહને જલ્દી અહીંથી કાઢવામાં આવે.

આ ઘટના પૂર્વ ઉત્તર પર્દેશના ગાજીપુરના ગહમર વિસ્તારની છે. જ્યાં બિહાર તરફ વહેતી ગંગામાં અનેક મૃતદેહો કિનારા પર મળ્યા છે. જેના કારણે આ વિસ્તારમાં દુર્ગંધ અને રોગચાળો ફેલાવવાનું જોખમ વધ્યું છે. ઉલ્લેખનીય છે કે ગાજીપુરથી બિહાર તરફ વહેતી ગંગા નદી ગહમર ગામમાં થઇને પસાર થાય છે. ત્યાંથી આગળ બિહારનું ચૌચા ક્ષેત્ર શરુ થાય છે.

સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે આજકાલ કોરોના વાયરસના કારણે મૃત્યુઆંક વધી ગયો છે. હિંદુ ધર્મ પ્રમાણે બે રીતે મૃતદેહોની અંતિમ વિધિ થાય છે. એક અગ્નિ સંસ્કાર કરીને અને બીજુ તેને નદીમાં પ્રવાહિત કરીને. તેવામાં અત્યારે મોટાભાગના લોકો મૃતદેહોને નદીમાં પ્રવાહિત કરી રહ્યા છે. લાકડાની અછત અને સ્માશનમાં પણ વેઇટિંગના કારણે લોકો હવે મૃતદેહોને પાણીમાં પ્રવાહિત કરી રહ્યા છે. અત્યારે ગંગા નદીમાં વિવધ જગ્યાઓ પર અરધા બળેલા મૃતદેહ મળી રહ્યા છે. જેનાથી મહામારીના વધારે ફેલાવો થવાનું જોખમ ઉભું થયું છે.

ગંગા નદીના નાવિકો જણાવી રહ્યા છે કે તેમણે આખા જીવનમાં આવા દ્રશ્યો ક્યારેય જોયા નથી. તેમણે કહ્યું કે લોકો દૂર દૂરથી આવીને પણ મૃતદેહોને ગંગામાં ફેંકી રહ્યા છે. જેના કારણે દુર્ગંધ અને ગંદકી વધી રહી છે. જેના કારણે હવે કોઇ ગંગામાં નહાતું પણ નથી અથવા તો ગંગાનું પાણી પણ પીતું નથી.

Related Post

Verified by MonsterInsights