
બોગસ દવાખાનું ગરૂડેશ્વર તાલુકાના હરીપુરા ગામે વણજી જવાના રોડ ઉપર દવાખા નુ ચલાવી આરોપી સંજીતભાઈ નીખીલભાઈ સરકાર હાલ રહે હરીપુરા ગામ તાલુકો. ગરૂડેશ્વર, નાઓ ચલાવી ગુજરાત મેડીકલ કાઉન્સીલનું મેડીકલ પ્રેક્ટીસ અંગે નું પ્રમાણપત્ર ન હોવા છતાં એલોપેથીક પ્રક્ટીશ કરી એલોપેથીક દવાઓ ગોળીઓ ઈિજેક્શનો, સીરપની બોટલો, વગેરે એલોપેથીક મેડીક્લ પ્રેકટીશ કરવા અંગેના સાધનો દવાઓ મળી કુલ્લે કિ. રૂ ૭૮૫૯૯નો મેડીકલ પ્રેકટીશ અંગેનો મુદ્દામાલ ગેરકાયદેસર રીતે રાખી મેડીક્લડિગ્રી સર્ટીફિક્ટ વગર બીમાર લોકોને તપાસી બીમાર લોકોના સ્વાસ્થ સાથે બેદરકારી ભર્યું કૃત્ય કરતા જાહેરમાંથી પકડી પાડી તેના ગરૂડેશ્વર પો. સ્ટે. માં ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
અહેવાલ: પંકજ જોષી કચ્છ