ગાંધીનગર / મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો પ્રથમ હપ્તો 2 ઓગસ્ટે વાલીઓના ખાતામાં જમા થશે

0 minutes, 1 second Read

ગાંધીનગર : કોરોના કાળમાં વાલી ગુમાવનાર બાળકોને 2 ઓગસ્ટે મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત સહાયનો પ્રથમ હપ્તો મળશે.. રાજ્ય સરકારે રાજ્યના જિલ્લા કલેક્ટર્સ પાસેથી આવા બાળકોની વિગતો મગાવી છે. 2 ઓગસ્ટને સંવેદના દિવસ તરીકે ઉજવવામાં આવશે. 2 ઓગસ્ટને દિવસે સરકાર બાળકોના વાલીના ખાતામાં સહાયનો પ્રથમ હપ્તો ચૂકવશે.

મહત્વનું છે કે વાલી ગુમાવનાર બાળકને માસિક રૂપિયા 4 હજાર ચૂકવવાની યોજના છે.મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ 29 મે 2021 ના રોજ મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત સહાયની જાહેરાત કરી હતી.

અનાથ બાળકોને મળશે આ લાભો

Mukhyamantri Bal Seva Yojana અંતર્ગત કોરોનાને કારણે માતાપિતા બંને અથવા બે માંથી એક ગુમાવી ચુકેલા બાળકોને રાજ્ય સરકાર વતી મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા આ પ્રમાણે સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે –

1) 18 થી 24 વર્ષ સુધી રૂ.6000 ની સહાય આપવામાં આવશે. તેમજ આવા બાળકોને 18 વર્ષ સુધી માસિક રૂ.4000 ની સહાય આપવામાં આવશે.

2) વિદેશ અભ્યાસ માટે મુખ્યમંત્રી યુવા સ્વાલંબન યોજના (MYSY) અંતર્ગત 50 ટકા ફીણ સહાય આપવામાં આવશે. વિદેશ અભ્યાસ માટે અગ્રતા આપવામાં આવશે, આવકમર્યાદા રાખવામાં આવશે નહિ.

3)મુખ્યમંત્રી અમૃતમ યોજના તેમજ રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના અંતર્ગત આવા બાળકોને મફત રાશન આપવામાં આવશે.

4) 14 વર્ષથી ઉપરના બાળકો માટે વોકેશનલ તાલીમ અને 18 વર્ષથી ઉપરના બાળકો માટે સ્કીલ ડેવલોપમેન્ટની તાલીમ આપવામાં આવશે.

author

Shubham Agrawal

www.jantanews360.com આ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights