ગુજરાતમાં LRDની 11 હજાર જગ્યાઓ માટે આવી 9.46 લાખ અરજી,IPS હસમુખ પટેલે ટ્વિટ કરીને આપી માહિતી

રાજ્યના પોલીસતંત્રમાં લોક રક્ષક દળ (LRD)માં 10,988 જગ્યાની ભરતી માટે ફોર્મ ભરવાનો મંગળવારે છેલ્લ દિવસ હતો. છેલ્લા દિવસે કુલ 86,118 અરજી મળતાં કુલ અરજીનો આંકડો 13 લાખને પાર થઈ ગયો હતો. આ પૈકી 9,46,528 અરજી કન્ફર્મ થઈ હોવાની  લોક રક્ષક દળ ભરતી બોર્ડના પ્રમુખ આઈપીએસ અધિકારી હસમુખ પટેલે ટ્વિટ કરીને માહિતી આપી છે.

હસમુખ પટેલે ટ્વિટ કરીને માહિતી આપી કે, 9,46,528 અરજી કન્ફર્મ થઈ તેમાં 6,92,190 અરજી પુરૂષ ઉમેદવારોની જ્યારે 2,54,338 અરજી મહિલા ઉમેદવારોની છે. હસમુખ પટેલે ટ્વિટ કરીને માહિતી આપી કે, કન્ફર્મ થયેલી અરજીનું ડેટા પ્રોસેસિંગનું કામ શરૂ કરી દેવાયું છે કે જેથી ઝડપથી શારીરિક કસોટી શરૂ કરી શકાય.

હસમુખ પટેલે ગઈ કાલે મંગળવારે પત્રકાર પરિષદમાં જાહેરાત કરી હતી કે,  આ પરીક્ષા માટે 20 નવેમ્બર આસપાસ કોલ લેટર ઇસ્યુ કરવામાં આવશે.

તેમણે કહ્યું કે, એલઆરડી ભરતી માટે આજે અરજી સ્વીકારવાનો છેલ્લો દિવસ છે અને રાત્રે 11.59 મિનિટ સુધી અરજી સ્વીકારી શકાશે. એ પછી બુધવાર એટલે કે આવતી કાલથી 12 તારીખ સુધી ફી ભરી શકાશે. ત્યાર બાદ 20 નવેમ્બર આસપાસ કોલ લેટર ઇસ્યુ કરવામાં આવશે અને 9 ડીસેમ્બરથી 10 ડિસેમ્બર આસપાસ શારીરિક કસોટી શરૂ થશે. 10 ફેબ્રુઆરી આસપાસ શારીરિક કસોટી પૂરી થશે અને માર્ચ મહિના આસપાસ લેખિત પરીક્ષા લેવાનો અંદાજ છે. તેમણે કહ્યું કે, આ ટાઈમ ટેબલને ધ્યાને રાખીને ઉમેદવારો તૈયારીઓ કરે.

તેમણે કહ્યું કે, અત્યાર સુધીમાં કુલ 11 લાખ 75 હજાર અરજીઓ થઈ છે ને તેમાંથી કુલ 9.10 લાખ અરજીઓ કંફર્મ થઈ છે. આ પૈકી 6.65 લાખ પુરુષ ઉમેદવારોએ અરજી કરી છે જ્યારે 2.45 લાખ મહિલા ઉમેદવારોએ અરજી કરી છે. આજે રાત્રે 11.59 સુધી ઓનલાઇન અરજી કરી શકાશે એ વાતનો પુનરોચ્ચાર કરતાં તેમણે કહ્યું કે, લોભ લાલચ આપતા તત્વોથી ઉમેદવારો સાવચેત રહે.

author

Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights