Sun. Oct 13th, 2024

ગુજરાતી કંપની જલ્દી લાવી શકે કે દેશની ચોથી વેક્સીન, ગુજરાતી દવા કંપની ઝાયડસ કેડિલા (zydus cadila) ચાલુ મહિનામાં કોરોના વેક્સિકન માટે મંજૂરી માંગી શકે છે

zydus cadila ના મેનેજીંગ ડાયરેક્ટર (MD) શર્વિલ પટેલે જણાવ્યું છે કે, “અમે આ મહિનામાં રેગલેટરને ટ્રાયલ ડેટા સોંપી મંજૂરી માંગી શકીએ છીએ. અમને આ મહિનામાંજ ઇમરજન્સી યુઝ માટે પરવાનગી મળી શકે છે. ગુજરાતી દવા કંપની ઝાયડસ કેડિલા (zydus cadila) ચાલુ મહિનામાં કોરોના વેક્સિકન માટે મંજૂરી માંગી શકે છે. કંપનીને કોવિડ વેક્સીનને સંલગ્ન ડેટા મળ્યો છે. હવે વેક્સીન માટે ઇમરજેન્સી યુઝ ઓથોરાઇઝેશન માટે આવેદન કરવામાં આવી રહ્યું છે.

કંપનીનો દાવો છે કે તે રેગ્યુલેટરની મંજૂરી લીધા પછી દર મહિને ૧ કરોડ ડોઝનું ઉત્પાદન કરી શકે છે. બાદમાં તેની ક્ષમતા દર મહિને 2 કરોડ ડોઝ સુધી વધારી શકાય છે.

ઝાયડસ કેડિલા કહે છે કે આ દવા હળવા લક્ષણોવાળા દર્દીઓને આપી શકાય છે. જ્યારે વાયરલ લોડ મધ્યમ અને વધુ હોય છે ત્યારે ઝડપથી ઓક્સિજનની જરૂર પડે છે. તેથી આ દવાનો ઉપયોગ વાયરલ લોડને ઘટાડશે અને ઓક્સિજનની જરૂરિયાતને પણ ઘટાડશે.

જો ઝાયડસ કેડિલા રસીને મંજૂરી મળે છે તો તે ભારતમાં આપવામાં આવતી ચોથી રસી હશે. ગયા મહિને DGCIએ ઝાયડસ કેડિલાની કોરોના સારવારમાં સહાયક દવા વીરાફિનના ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપી હતી.

ત્રીજા ફેઝના ટ્રાયલમા ૨૮ હજાર લોકોને જોડવામાં આવ્યા

કંપનીએ પ્લાસ્મિડ DNA વેક્સીન માટે ત્રીજા ફેઝની ક્લિનિકલ ટ્રાયલ ફેબ્રુઆરી માં શરૂ કરી હતી. 28,000 લોકોએ પરીક્ષણમાં ભાગ લીધો હતો. હાલ દેશમાં વેકસીનના બે ડોઝ લેવાની જરૂર પડે છે પરંતુ ઝાયડસ કેડિલાની વેક્સિન ત્રણ ડોઝ માટે ટેસ્ટીંગ થઈ છે.આ ત્રણેય ડોઝ એક મહિનાની અંતરાલ પર લેવા પડશે. આ ઉપરાંત કંપનીની બે ડોઝ વાળી વેક્સીન ZyCoV-D ની ટ્રાયલ કરી રહી છે. આ ટ્રાયલ પણ મે મહિનામાં પૂર્ણ થવાની આશા છે.

Related Post

Verified by MonsterInsights