ગુજરાત : કેન્દ્રીય પ્રધાન અમિત શાહ ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવશે. અમિત શાહ 19 જૂનથી 21 જૂન સુધી ગુજરાતનો પ્રવાસ કરશે. પ્રવાસ દરમિયાન અમિત શાહ તેમના મત વિસ્તારના વિવિધ વિકાસ કાર્યોનું ઉદઘાટન કરશે અને અમદાવાદ અને ગાંધીનગરમાં ત્રણ જુદા જુદા ઓવર બ્રિજનું ઉદઘાટન કરશે. સાથે જ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના આગ્રહને માન આપતા અમિત શાહ કલોલ એપીએમસીનું ઉદઘાટન કરશે.
મહત્ત્વની વાત એ છે કે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે અમિત શાહને કલોલ એપીએમસીના ઉદ્ઘાટન માટે વિનંતી કરી હતી અને અમિત શાહે પણ તેમના આગ્રહનું માન આપ્યું છે. આ તમામ કાર્યક્રમો બાદ અમિત શાહ વિકાસ કાર્યોની સમીક્ષા કરવા અધિકારીઓ સાથે બેઠક કરશે અને ત્યારબાદ 22 મી તારીખે તેઓ ચાર વિધાનસભા મત વિસ્તારોમાં વૃક્ષારોપણ કાર્યક્રમમાં પણ હાજરી આપશે.