Fri. Sep 20th, 2024

ગુજરાત / રાજ્યમાં રાહતના સમાચાર, આગામી બે દિવસ બાદ વરસશે વરસાદ

રાજ્યમાં ચોમાસુ શરૂ થતાની સાથે જ જાણે વિદાય લીધી હોય તેવું વાતાવરણ સર્જાયું હતું. ત્યારે ગુજરાત માટે આંશિક રાહતના સમાચાર મળી રહ્યા છે, હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 2 દિવસ બાદ સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ સર્જાશે.

જેમાં રાજ્યના દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, ડાંગ, નર્મદા, તાપી, વલસાડ અને સુરતમાં હળવા વરસાદ વરસશે. આ ઉપરાંત આવતીકાલે અમદાવાદ સહિત આણંદ, દાહોદ, ખેડા અને મહીસાગર પંથમાં ગાજવીજ સાથે હળવા વરસાદની સંભાવના છે.

રવિવારે નર્મદા, ડાંગ, ભરૂચ, તાપી અને સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં ચાર દિવસમાં ભારે વરસાદ પડવાની આગાહી છે. મહત્ત્વની વાત એ છે કે ભગવાન જગન્નાથની રથયાત્રાના દિવસે અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં વરસાદનું આગમન થશે.

ઉલ્લેખનીય છે કે ચોમાસાની શરૂઆતમાં વાવણી કરનારા ખેડુતો મુશ્કેલીમાં મુકાયા હતા અને ચોમાસાની વિદાય જેવું વાતાવરણ સર્જાયું હતું. કારણ કે રાજ્યમાં મોટાભાગની ખેતી વરસાદ પર આધારીત છે. ત્યારે વરસાદના આગમનથી જગતના તાતને જરુરથી રાહત મળશે.

 

Related Post

Verified by MonsterInsights