જાણો કયા આંતરરાષ્ટ્રીય ક્રિકેટરે આવુ કહ્યું, ભારત માટે જે લખાઇ રહ્યુ છે,તેના કારણે મારું દિલ રડી રહ્યુ છે

0 minutes, 0 seconds Read

ભારત અત્યારે કોરોનાવાયરસની બીજી લહેરનો સામનો કરી રહ્યુ છે. રોજ લાખો લોકો આ વાયરસથી સંક્રમિત થઇ રહ્યા છે. અનેક લોકો દમ તોડી રહ્યા છે.

ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટરે આગળ કહ્યુ કે ભારતમાં જ્યાં પણ ગયો ત્યા લોકોએ મને બહુ પ્રેમ આપ્યો. જેના માટે હમેશા તેમનો ઋણી રહીશ. હું ગર્વ અને દાવા સાથે કહી શકુ છુ કે, મે વીતેલા થોડા વર્ષોમાં ભારતને ઘણું નજીકથી જોયુ છે. એટલે આ સમય ન માત્ર પીડામાં પરંતુ ભારત માટે જે ખરાબ લખાઇ રહ્યુ છે તેના માટે મારુ દિલ રડે છે. હું કહી શકુ કે જે લોકો ભારત માટે આવુ લખી રહ્યા છે એમણે કદાચ જ આ દેશ અને અહીંના લોકોના પડકારને સમજ્યો હશે.

આ સમયમાં જ્યારે દુનિયા ભારત માટે દરવાજા બંદ કરી રહી છે સરકારને ફટકાર લગાવી રહી છે. મે ભારતમાં રહીને પોતોના વિચાર શેર કરવાનું વિચાર્યુ જે હજારો મિલ દૂર બેઠેલા લોકો કદાચ સમજી નથી રહ્યા.

આપને જણાવી દઇએ કે આનંદ મહિન્દ્રાએ પણ ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બેટ્સમેનના બ્લોગને ટ્વિટર પર શેર કરતા લખ્યુ કે એવા ક્રિકેટર કે જેમનું દિલ તેમના ઉંચા કદ કરતા પણ મોટુ છે. સહાનુભૂતિ અને તમારા સ્નેહ માટે આપનો આભાર દોસ્ત. હેડનને ભારતના ક્રિકેટ ફેન્સ ઘણો પસંદ કરે છે. આઈપીએલ 2021 દરમ્યાન સ્ટાર સ્પોર્ટ્સની કોમેન્ટ્રી પેનલનો ભાગ હતા.

આ મુશ્કેલ સમયમાં દુનિયાભરના લોકો ભારત માટે મદદનો હાથ આગળ વધારી રહ્યા છે. આ સમયમાં ભારત સિવાય અનેક દેશના ક્રિકેટ ખેલાડી પણ સામેલ છે. ખાસ કરીને ઑસ્ટ્રેલિયાના ક્રિકેટર્સ આર્થિક મદદ આપવાની સાથે લોકોનો ઉત્સાહ પણ વધારવાની કોશિશ કરી રહ્યા છે. આ લિસ્ટમાં નવુ નામ ઑસ્ટ્રેલિયાના પૂર્વ બેટ્સમેન Mathew Hayden છે. તેમણે કોરોના સામે જંગ લડી રહ્યા ભારતના લોકો માટે માટે બ્લોગ લખ્યો છે.

આ સમયે તેમણે મુશ્કેલ સમયમાં ભારતને મદદની અપીલ કરી છે. તેમના બ્લોગને ઉધોગપતિ આનંદ મહિન્દ્રાએ પણ પોતાના ટ્વિટર પર શેર કર્યો છે. હેડને લખ્યુ કે ભારત મહામારીની બીજી લહેરની ઝપેટમાં છે. જેમાં પહેલા ક્યારે દેખાયુ નથી. ભારત આ વાયરસ સામે ખરાબ રીતે ઝઝૂમી રહી છે અને દુનિયાભરના મીડિયા 140 કરોડના આ દેશની ટીકા કરવામાં કોઇ કસર નથી છોડી રહ્યુ. એ જાણતા હોવા છતાં કે આટલી મોટી આબાદી સુધી કોઇ યોજનનાને પહોચાડવી એક મોટો એક પડકાર છે. આને આ તો મહામારી છે.

હું છેલ્લા એક દશકાથી ભારત જઇ રહ્યો છુ અને દેશના વધારે ભાગમાં ફર્યો છુ. ખાસ કરીને તમિલનાડુ જેને હું મારુ આધ્યાત્મિક ઘર માનુ છુ. આટલા વિવિધ અને વિશાળ દેશને ચલાવવની જવાબદારી જે નેતાઓ અને સરકારી અધિકારીઓને સોંપવામાં આવી છે તેમના માટે મારા મનમાં હમેશા સર્વોચ્ચ સમ્માન રહેશે.

author

Shubham Agrawal

www.jantanews360.com આ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights