Sat. Dec 14th, 2024

જાણો, CM વિજય રૂપાણી અચાનક એક ગામડે પહોંચ્યા

જિલ્લાના સાણંદ તાલુકાના ચેખલા ગામ સ્થિત કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટરની મુખ્યમંત્રી વિજય રૂપણીએ મુલાકાત લીધી હતી. મારે ગામાડાઓને બચાવવા છે – સુરક્ષિત કરવાં છે એટલે જ આ અભિયાન શરૂ કર્યું છે તેમ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું. સૌ સાથે મળીને કોરોના સામે જંગ લડીશું તો જીત નિશ્ચિત છે. સાફ નિયત અને સાચી દિશાના પ્રયત્નો થી ગુજરાતને કોરોનામુક્ત કરીશું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના ગામડાઓમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા અને ગામડાઓને કોરોનામુક્ત રાખવા હાથ ધરેલા રાજ્યવ્યાપી “મારુ ગામ કોરોના મુક્ત ગામ” અભિયાન અંતર્ગત આજે અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકા સ્થિત ચેખલા ગામ કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી.

મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે , સંક્રમણની બીજી લહેર વ્યાપક અને ઘાતક છે. આ લહેરમાં આખાને આખા પરિવારો સંક્રમિત થવાની ઘટનાઓ સામે આવી છે ત્યારે સાવચેતી એ સૌથી મહત્વનું પાસું છે.

દેશના અનેક રાજ્યોમાં કોરોનાના કેસ સક્રિય છે અત્યારે રોજ નોંધાતા કેસોમાં દેખાયોલો ઘટાડો પુરવાર કરે છે કે આ અભિયાન થકી આપણા પ્રયાસો સાચી દિશામાં છે. આપણે સૌએ સાથે મળીને કોરોના સામે જંગ લડવાની છે અને સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા દિશાનિર્દેશોનું ચુસ્તપણે પાલન કરવાનું છે તેના થકી જ આપણે કોરોના સામે લડત આપી શકીશું અને વિજય મેળવી શકીશું તેમ મુખ્યમંત્રીએ કહ્યુ હતુ. કોરોનાથી ગામડાઓને સંપૂર્ણપણે સુરક્ષિત રાખવાના હેતુથી જ “મારુ ગામ કોરોના મુક્ત ગામ” અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન સાચી દિશા અને સાચી નિયત સાથેનું અભિયાન છે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.

ગ્રામ વિકાસ કમિશનર વિજય નહેરાએ જણાવ્યું હતું કે, ‘મારું ગામ કોરોના મુક્ત ગામ’ રાજ્યવ્યાપી અભિયાન કોરોનાનુ સંક્રમણ અટકાવવા માટે સૌથી મહત્વનું અભિયાન પુરવાર થશે. દેશ આખામાં ગુજરાતે સર્વપ્રથમ આ અભિયાન હાથ ધર્યું છે એ અર્થમાં ગુજરાતે લીડ લીધી છે તેનું અનુકરણ દેશના અન્ય રાજ્યો પણ કરશે. તેમણે જણાવ્યું હતું કે, આ અભિયાન અંતર્ગત ગામના દર્દીઓને સ્થાનિક સ્તરે જ ટેસ્ટિંગ, આઇસોલેશન અને સારવાર મળી રહે જેને પગલે કોરોનાનું સંક્રમણ આગળ વધતું અટકાવી શકાય તેવો મુખ્ય ઉદ્દેશ રહેલો છે.

અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી અરૂણ મહેશ બાબુએ જણાવ્યું હતુ કે , જિલ્લામાં સેનિટાઇઝેશન કામગીરીને વ્યાપક કામગીરી કરાઈ છે. આરોગ્ય અને સ્થાનિક સ્વરાજ્યની ટીમો દ્વારા અંદાજે ૭.૫૦ લાખ ઘરોમાં સેનિટેશન કરવામાં આવ્યું છે. જિલ્લામાં તમામ તાલુકામાં ઉકાળાના એક લાખ પેકેટ તથા એક લાખ માસ્કનું વિતરણ કરવામાં આવ્યું છે. જ્યારે ૩૦ ધન્વંતરી રથ દ્વારા ૫૫૫૬૬૭ આયુર્વેદિક ઉકાળા-દવા ,૪૮૪૬૦૧ હોમીયોપેથીક દવાનું વિતરણ કરીને ૧૦ લાખથી વધુ લોકોને સારવાર આપવામાં આવી છે.

Related Post

Verified by MonsterInsights