જામનગર : ગુજરાતમાં હાલ શિક્ષણ કાર્ય શરૂ થઇ ગયું છે પરંતુ, કોરોનાની મહામારી વચ્ચે ઓનલાઇન શિક્ષણ પદ્ધતિથી શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસ કરવામાં આવી રહ્યો છે, ત્યારે જામનગરની પ્રણામી સ્કૂલ દ્વારા સાઇબર ક્રાઇમની બનતી ઘટનાઓને ધ્યાને લઇને પહેલ કરવામાં આવી છે. અને શાળાના વિદ્યાર્થીઓને google લાઇસન્સ એકાઉન્ટ સર્વિસ આપી ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.
હાલના ઇન્ટરનેટ યુગમાં લોકો મોબાઇલ લેપટોપ સહિતના ગેજેટ સાથે આધુનિક બન્યા છે ત્યારે સાયબર ક્રાઈમના ગુનાઓ વધી રહ્યા છે તેવા સમયે બાળકોને વિદ્યાભ્યાસમાં હાલ ઓનલાઇન પદ્ધતિથી શાળાઓ પણ અભ્યાસ કરાવી રહી છે ત્યારે જામનગરની પ્રણામી શાળાએ પોતાના વિદ્યાર્થીઓ માટે ગૂગલની લાઇસન્સ સર્વિસ આપી છે. અહીં ગુજરાત બોર્ડ અને કેન્દ્રીય બોર્ડ ના ધોરણ 1 થી 12ના વિધાર્થીઓને દરરોજ online અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.
જામનગરની પ્રણામી ગ્લોબલ સ્કૂલના 782 વિદ્યાર્થીઓને ખાસ લાયસન્સ વર્ઝન google એકાઉન્ટ આપવામાં આવ્યા છે. જેને લઇને વિદ્યાર્થીઓની તમામ ઓનલાઈન ગતિવિધિઓ ઉપર શાળા અને વાલીની પેરેન્ટીયલ કન્ટ્રોલના માધ્યમથી નજર પણ રહે છે.
જેને લઇને વિદ્યાર્થી અવળા રસ્તે ન જાય અને ગેમ્સ તેમજ ઈન્ટરનેટ નો દુરુપયોગ ટાળી શકાય છે. જામનગરમાં એકમાત્ર પ્રણામી સ્કુલ દ્વારા આપવામાં આવતી ઓફિસિયલ લાઈસન્સ વર્જન વાળી google સર્વિસ ને લીધે વિદ્યાર્થીઓ સામાન્ય 10 એપ્લિકેશનને બદલે 72 જેટલી એપ્લિકેશનનો ઉપયોગ કરી શકે છે.
જેમાં જીમેઈલ, મીટ, હેનગાઉટ, કેલેન્ડર, ડ્રાઇવ, ડોકસ, શિટ્સ, સ્લાઈડ્સ, ફોર્મસ, સાઇટ્સ, નોટ્સ,કલાઉડ સર્ચ, સ્ક્રિપ્ટ, એપ સ્ક્રિપ્ટ, કરન્ટ્સ જેવા 70થી વધુ ફીચર્સ કોઇપણ જાતની એડવર્ટાઇઝ વગર ઉપયોગ માટે મળે છે.
આ ઉપરાંત સામાન્ય લાયસન્સ વગર ના પ્રાઇમરી gmail એકાઉન્ટમાં 15જીબી નો ઉપયોગ કરવા મળે છે જ્યારે શાળા દ્વારા ખરીદી કરાયેલા લાઈસન્સ વર્જન વાળા gmail એકાઉન્ટથી 30જીબી સુધીનો ઓફિશ્યલ સિક્યોરિટી સાથે ઉપયોગ કરવા મળે છે.વધુમાં લાયસન્સ એકાઉન્ટ લોગીન કરતા જ ખાસ સિક્યુરિટી ના કારણે સાઇબર ક્રાઇમ જેવી ઘટનાઓ બનતા પૂર્વે જ અટકાવી શકાય છે. વધુમાં આ એકાઉન્ટનો ઉપયોગ માત્ર એક જ રજીસ્ટર ડિવાઇસ પરથી વિદ્યાર્થી પોતે જ કરી શકે છે જેને લઇને અન્ય કોઈ વ્યક્તિ અભ્યાસ સિવાય આ એકાઉન્ટનો ઉપયોગ કરી શકતો નથી.
જામનગરમાં હાલ ઓનલાઇન પદ્ધતિમાં વિદ્યાર્થીઓની સાઇબર સિક્યુરિટી જળવાઈ રહે તે હેતુથી સૌપ્રથમ પ્રણામી ગ્લોબલ સ્કુલ દ્વારા પોતાના વિદ્યાર્થીઓ માટે દર વર્ષે 8 હજાર રૂપિયા જેટલી માતબર રકમ શાળા દ્વારા ચૂકવી ઓનલાઇન શિક્ષણ આપવામાં આવે છે. જેને લઇને સાઇબર ક્રાઇમ જેવી ઘટનાઓ અને વિદ્યાર્થીઓ અભ્યાસ સિવાયની અન્ય ઇન્ટરનેટના માધ્યમથી બિનજરૂરી પ્રવૃત્તિ ન કરી શકે તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે.