
જૂનાગઢના પાદરીયા ગામની ગૌશાળા સામે ડુંગર દક્ષિણ રેન્જ વિસ્તારમાં 11 કેવી વીજ ટ્રાન્સફોર્મર પોલમાં દીપડીનો શોર્ટ થયેલી હાલતમાં ચોંટી ગયેલો મૃતદેહ મળી આવ્યો હતો.
જેમાં વન વિભાગની તપાસમાં ડુંગર દક્ષિણ રેન્જ વિસ્તારમાં વંડી ઠેકતી વખતે 11 કેવીના ટીસીમાં ચોંટી જતા દીપડીનું વિજશોકથી કરુણ મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે અને 11 કેવી લાઈનના ટીસીમાં શોર્ટ સર્કિટ થતાં દીપડીનું મૃત્યુ થયું હતું.
વીજ શોકથી દીપડીનું મોત થયાની જાણ થતાં વન વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે દોડી જઇ દીપડીનો મૃતદેહ કબ્જે કરી પી એમ માટે મોકલાયો છે
અહેવાલ: પંકજ જોષી