Sun. Oct 13th, 2024

જો તમારું સેલેરી એકાઉન્ટ દેશની સૌથી મોટી બેન્ક એટલે કે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં છે, આવો જાણીએ ક્યાં લાભ મળે છે

જો તમારું સેલેરી એકાઉન્ટ દેશની સૌથી મોટી બેન્ક એટલે કે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં છે, તો તમને વિશેષ પ્રકારની સુવિધા આપવામાં આવે છે.

જો તમે પણ પગારદાર વ્યક્તિ છો તો તમને સેલેરી એકાઉન્ટ અંગે જાણકારી હશે. સેલેરી એકાઉન્ટ કોઈ પણ બેંકમાં ખોલાવો છો તો તમને પગાર તમારા એકાઉન્ટમાં જ મળશે. અલગ-અલગ બેંકમાં સેલેરી એકાઉન્ટના અલગ-અલગ બેનિફિટ હોય છે. જે કારણે સેલેરી એકાઉન્ટ ખોલ્યા બાદ એકાઉન્ટ હોલ્ડર બેન્કને તમામ પ્રકારની ફેસેલિટી આપે છે. જેમાં બેન્ક દ્વારા ક્રેડિટ કાર્ડ, લોન જેવી પ્રોડક્ટનો ઉપયોગ પણ કરવામાં આવે છે.

SBIની સત્તાવાર વેબસાઇટ અનુસાર, બેંકના સેલેરી એકાઉન્ટ હોલ્ડરોને તેમના ખાતામાં કોઈ મિનિમમ બેલેન્સ જાળવવાની જરૂર નથી. એસબીઆઈના સેલેરી એકાઉન્ટ હોલ્ડરોને વીમાનો લાભ મળે

એસબીઆઇ વેબસાઇટ અનુસાર, એક લાખ રૂપિયાથી વધુના માસિક પગારવાળી બેંકમાં પ્લેટિનમ પગાર ખાતું ખોલી શકાય છે. આ જ રીતે, 50 હજારથી લઈને 1 લાખ રૂપિયા સેલેરી વાળા સુધી Diamond, 25 હજારથી 50 હજાર સુધીના પગાર વાળા Gold અને 10 હજારથી 25 હજારના પગાર વાળા સિલ્વર સેલેરી એકાઉન્ટ ખોલી શકે છે.

ઉપરાંત, હોમ લોન, પર્સનલ લોન, કાર લોન અને એજ્યુકેશન લોન વગેરે પર પણ ડિસ્કાઉન્ટ છે. આ સિવાય એસબીઆઈના ખાતાધારકોને ઘણી સુવિધાઓ પણ મળે છે. આવો જાણીએ ક્યાં લાભ મળે છે.

1. ઝીરો બેલેન્સ ખાતાની સાથે, ખાતા ધારકોને ઘણી વખત કોઈપણ બેંકના એટીએમમાંથી પૈસા ઉપાડવાની સુવિધા મળે છે. આ સાથે તમને આ ખાતા સાથે એસબીઆઈનું ક્રેડિટ કાર્ડ પણ મળે છે.

2. જો કોઈ વ્યક્તિનું સેલેરી એકાઉન્ટ હોય અને અકસ્માતમાં દુર્ભાગ્યપૂર્ણ રીતે તેનું મોત નીપજે છે તો તેના નોમિનીને 20 લાખ રૂપિયા મળે છે. આનો અર્થ છે કે આ એકાઉન્ટ 20 લાખ રૂપિયાના આકસ્મિક વીમા કવર સાથે આવે છે.

3. આ સાથે જ સેલેરી એકાઉન્ટ ધરાવતાં લોકોને એક્સિડન્ટલ ડેથમાં 30 લાખનું કવચ મળે છે.

4. એસબીઆઈમાં સેલેરી એકાઉન્ટ ધરાવતા લોકોને આકર્ષક દર પે પર્સનલ લોન, હોમ લોન, કાર લોન અને એજ્યુકેશન લોનનો પણ લાભ મળે છે. આ સાથે જ પ્રોસેસિંગ ફી પર પણ છૂટ મળે છે.

5. લોકર ચાર્જમાં પણ 25 ટકાની છૂટ મળે છે.

6. જો તમે બેંકના સેલેરી એકાઉન્ટ ધરાવો છો તો તમને ડીમેટ અને ઓનલાઇન ટ્રેડિંગ એકાઉન્ટની સુવિધા મળશે.

7. બેંક કોઈ પણ ચાર્જ વગર ડ્રાફ્ટ આપે છે, મલ્ટી સિટી ચેક્સ પણ ઇસ્યુ કરે છે.

8. આવા ગ્રાહકો માટે SMS Alert પણ મફત છે.

9. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા કાર્ડ અને YONO પર રેગ્યુલર ઓફર આપે છે.

10. 2 મહિનાની નેટ સેલરી બરાબર જ ઓવરડ્રાફ્ટ ફેસેલિટી. મલ્ટી ઓપશન ડિપોઝીટ માટે ઓટો સ્વીપ સુવિધા.

Related Post

Verified by MonsterInsights