Fri. Oct 4th, 2024

તમિલનાડુના મંદિરમાં મહિલાને ભોજન કરવાથી રોકવામાં આવી,પછી મંત્રી સાથે બેસીને જમ્યા

તમિલનાડુ: મમલ્લાપુરમના રહેવાસી એક મહિલાએ ફરિયાદ કરી હતી કે તેમને અને તેમના પરિવારને કાંચીપુરમના એક મંદિરમાં અન્નધનમ (મફત ભોજન) ના અવસરે અપમાનિત કરવામાં આવ્યા. તેમને મંદિરમાં ભોજન જમવાથી રોકવામાં આવ્યા અને મારામારી કરવામા આવી કેમ કે તેઓ નારિકુરાવ સમુદાયના હતા. હવે મંત્રી પીકે શેખર બાબૂએ મહિલા સાથે બેસીને ભોજન લીધુ.

મહિલાએ ફરિયાદ કરી હતી કે તેઓ પોતાના પરિવારની સાથે મંદિર ગઈ હતી અને તેમને સૌથી છેલ્લે બેસાડવામાં આવ્યા. જમવાનુ પીરસ્યા પહેલા જ મંદિરના કાર્યકર્તા ત્યાં આવ્યા અને તેમને ત્યાંથી જવા માટે કહ્યુ. વિરોધ કરવા પર તેમની સાથે મારામારી કરવામાં આવી. મહિલાએ કહ્યુ કે નારિકુરાવ ( અનુસૂચિત જનજાતિ) હોવાના કારણે તેમની સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો.

આ વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો, જેને લઈને મંદિર વહીવટીતંત્રની ટીકા કરવામાં આવી. જોકે તમિલનાડુના મંત્રી પીકે શેખર બાબૂએ મંદિર જઈને કેસની જાણકારી લીધી. જે બાદ મહિલાને મંત્રી શેખર બાબૂ અને અન્ય અધિકારીઓની સાથે અન્નધનમ માટે મંદિરમાં બોલાવવામાં આવ્યા.

મહિલા અને નારિકુરાવના અન્ય લોકોની સાથે ભોજન લીધા બાદ મંત્રીજીએ કહ્યુ કે અધિકારીઓને સમજાવ્યા છે કે તમામ લોકો સાથે સરખો વ્યવહાર કરવો જોઈએ અને સન્માનની સાથે વર્તવુ જોઈએ.

Related Post

Verified by MonsterInsights