તાઉ-તે વાવાઝોડાના સૌથી મોટા સમાચાર: મુંબઈમાં આવેલા ચક્રવાતી તોફાનના કારણે 273 લોકો સાથે ઓએનજીસી બાર્જ ચલાવામાં આવ્યુ,અત્યાર સુધીમાં 146 લોકોને બચાવી લેવામાં આવ્યા જ્યારે 127 લોકો હજૂ પણ ગાયબ

0 minutes, 0 seconds Read

બોમ્બે હાઈ પર શોધખોળ અભિયાન ચાલુ છે. સોમવારે સાંજે મુંબઈમાં આવેલા ચક્રવાતી તોફાનના કારણે 273 લોકો સાથે એક ઓએનજીસી બાર્જ ચલાવામાં આવ્યુ હતું. અત્યાર સુધીમાં 146 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જ્યારે 127 લોકો હજૂ પણ ગાયબ છે. ખરાબ હવામાનના કારણે બચાવ કાર્ય કરવામાં મોટી તકલીફ આવી રહી છે.

નવી મુંબઈમાં પણ તાંડવ

મહારાષ્ટ્રમાં અધિકારીઓએ જણાવ્યું હતું કે વાવાઝોડાના કારણે રાયગઢ જિલ્લામાં ત્રણ, સિંધુદુર્ગમાં એક નાવિકનાં મોત નીપજ્યાં હતા જ્યારે વૃક્ષો પડવાને કારણે નવી મુંબઈમાં બે અને ઉલ્લાસનગરમાં એકનું મોત નીપજ્યું હતું. સિંધુદુર્ગના આનંદવાડીમાં બે બોટ ડૂબી ગઈ હતી. આ સમયે બોટમાં સાત નાવિકો હતા, જેમાં એકનું મોત નીપજ્યું હતું, ત્રણ લાપતા થઈ ગયા છે જ્યારે ત્રણ સલામત છે.

વાવાઝોડાના કારણે રાયગઢમાં 1886 મકાનોને આંશિક નુકસાન થયું છે જ્યારે પાંચ મકાનો ધરાશાયી થઈ ગયા હતા. રાયગઢના 8,383 લોકોને પહેલાંથી જ સલામત સ્થળે ખસેડાયા હોવાથી મોટી જાનહાની ટળી હતી. વાવાઝોડાના કારણે રાયગઢમાં 23.42 મીમી વરસાદ પડયો હતો. વાવાઝોડાના કારણે પાલઘર જિલ્લામાં 13 મકાનોને આંશિક નુકસાન થયું હતું. થાણેમાં પણ અનેક મકાનોને નુકસાન થયું હતું.

મુંબઈ એરપોર્ટ બંધ રખાયુ

ચક્રાવાતી તોફાનના કારણે મુંબઈમાં પણ ભારે વરસાદ ખાબક્યો હતો, જેને પગલે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. મુંબઈમાં પ્રતિ કલાક 114 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો હતો. વાવાઝોડાની ચેતવણીને પગલે મુંબઈ એરપોર્ટ મોડી રાત સુધી બંધ કરી દેવાયું હતું. પરિણામે અનેક ફ્લાઈટ્સ રદ કરાઈ હતી અથવા અન્ય એરપોર્ટ પર ડાયવર્ટ કરાઈ હતી.

હવામાન વિભાગે જણાવ્યું હતું કે ટૌટે વાવાઝોડાને કારણે મુંબઈમાં તોફાની પવન સાથે ભારે વરસાદ પડયો હતો. મુંબઈમાં રવિવાર રાતથી જ હવામાનમાં ટૌટેની અસર જોવા મળી હતી. દરમિયાન કર્ણાટકમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ કહ્યું કે, દક્ષિણ કન્નડ, ઉડુપી, ઉત્તર કન્નડ સહિત રાજ્યના સાત જિલ્લાના 121 ગામો પર ટૌટે વાવાઝોડાની અસર થઈ હતી. આ વિસ્તારોમાં કુલ આઠ લોકોનાં મોત નીપજ્યાં હતા. ચક્રવાતી વાવાઝોડા ટૌટેના કારણે અનેક વિસ્તારોમાં મકાનોને નુકસાન થયું હતું.

મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં વિનાશ

ગુજરાતના દરિયાકાંઠે રાત્રે ત્રાટકેલા ટૌટે વાવાઝોડાએ સોમવારે સવારે મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં ભારે વિનાશ વેર્યો હતો. મહારાષ્ટ્રના કૌંકણ પ્રદેશમાં વાવાઝોડા અલગ અલગ ઘટનાઓમાં છ લોકોનાં મોત નીપજ્યાં હતા. જ્યારે બે બોટ સમુદ્રમાં ડૂબી ગયા પછી ત્રણ નાવિકો લાપતા થઈ ગયા હતા.

બીજીબાજુ ટૌટે વાવાઝોડાના કારણે કર્ણાટકમાં કુલ આઠ લોકોનાં મોત થયા છે. ટૌટે વાવાઝોડું રવિવારે કર્ણાટકના દરિયાકાંઠેથી પસાર થયું હતું, પરંતુ તેની અસર બીજા દિવસે પણ જોવા મળી હતી. વાવાઝોડાની અસર મધ્ય પ્રદેશમાં પણ જોવા મળી હતી, જ્યાં તીવ્ર પવન ફૂંકાવાની સાથે વરસાદ થયો હતો, પરંતુ જાનમાલનું નુકસાન થયું નથી.

મુંબઇ પાસે સમુદ્રમાં 400 ફસાયા, બચાવ માટે 3 યુદ્ધ જહાજ તૈનાત

ટૌટે વાવાઝોડાની અસર મુંબઇના સમુદ્રી વિસ્તારમાં પણ જોવા મળી હતી. જેને પગલે સમુદ્રમાં બે માલ વાહક નાવમાં ફસાયેલા 400 લોકોને રેસ્ક્યૂ કરવાનું ઓપરેશન શરૂ કરાયું છે. રેસ્ક્યૂ ઓપરેશન માટે ઇન્ડિયન નેવીએ 3 યુદ્ધજહાજોને સમુદ્રમાં મોકલ્યા છે.

નેવી અિધકારીઓએ જણાવ્યું હતું કે ગેલ કન્સ્ટ્રક્ટરના 137 ઓનબોર્ડ વ્યક્તિઓમાંથી 38 લોકોને રેસ્ક્યૂ કરી લેવામાં આવ્યા છે. તેઓ અતી જોખમકારક પરિસિૃથતિમાં ફસાઇ ગયા હતા. જે યુદ્ધ જહાજો મદદ માટે તૈનાત કરવામાં આવ્યા છે તેમાં આઇએનએસ કોલકાતા, આઇએનએસ કોચી અને આઇએનએસ તલવારનો સમાવેશ થાય છે.

આ યુદ્ધ જહાજોને સર્ચ અને રેસ્ક્યૂ ઓપરેશનનું કામ સોપવામાં આવ્યું છે. આ પહેલા દિવસ દરમિયાન હેલિકોપ્ટરની મદદથી ભારતીય જહાજના ચાર ક્રૂ મેમ્બર્સને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. જોકે તે પહેલા એક બોટ દ્વારા પણ રેસ્ક્યૂ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો જે નિષ્ફળ જતા હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી હતી.

author

Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights