તેલંગાણાના રાજન્ના સિર્સિલ્લામાં એક અજીબોગરીબ ઘટના ઘટી. અહીં એક કોરોના સંક્રમિત સાસુ જબરદસ્તીથી પોતાની વહુને ભેટી પડી અને તેને કોરોના સંક્રમિત બનાવી દીધી. આ મામલો રાજન્ના સિર્સિલ્લાના સોમાયપેટા ગામનો છે. આ ઘટના હાલ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની છે.
આ વાતથી ચિડાયેલી હતી સાસુ
છપાયેલા એક રિપોર્ટ મુજબ સાસુ ઘરમાં ક્વોરન્ટિન હતી અને ક્વોરન્ટિન દરમિયાન ફોલો કરવામાં આવતા નિયમોથી તે કંટાળી ગઈ હતી. આથી તેણે વહુને પણ કોરોના સંક્રમિત કરી નાખી.
પીડિત વહુએ આપવીતિ સંભળાવી
પીડિત વહુએ કહ્યું કે પરિવારજનો તરફથી જે રીતે તેમનાથી સોશિયલ ડિસ્ટન્સિંગ કરવામાં આવતું હતું તેનાથી તેઓ ખુબ કંટાળી ગયા હતા. સાસુને ઘરમાં જ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા હતા. તેઓ એક રૂમમાં રહેતા હતા. નિર્ધારિત સમયે તેમને ભોજન અપાતું હતું . કોઈને તેમના રૂમમાં જવાની પરમિશન નહતી. આથી તેઓ પરેશાન થઈ ગયા હતા.
ભેટતા પહેલા શું કહ્યું?
તેમણે વધુમાં કહ્યું કે આઈસોલેશનથી પરેશાન થઈને સાસુ જબરદસ્તીથી મને ભેટી પડ્યા અને બોલ્યા કે હવે તને પણ કોરોના થઈ જશે. સાસુએ વહુને ભેટતા પહેલા એમ પણ કહ્યું કે મારા મરવા પર તમે લોકો ખુશીથી જીવવા માંગો છો.
આ મામલાની જાણકારી મળ્યા બાદ પીડિત વહુની બહેન તેના સાસરે આવી અને બંને બાળકોને પોતાની સાથે લઈ ગઈ. બહેનના ઘરમાં હવે પીડિત વહુની સારવાર થઈ રહી છે. મળતી માહિતી મુજબ લગભગ 7 મહિના પહેલા પીડિતાનો પતિ ઓડિશા જતો રહ્યો હતો. તે ત્યાં ઓટો ડ્રાઈવરનું કામ કરે છે.