ભારત દેશમાં  મહિલાઓને જરૂર જટેલો પૌષ્ટિક આહાર મળતો નથી. દેશમાાં અડધો અડધ મહિલાઓ ફિકાશવાળી છે જ્યારે ત્રીજા ભાગની મહિલાઓ કુપોષિત હોવનું  જોવા મલ્યું  છે. માતા પોતેજ ભૂખમરાથી પીડિત  હોય તો નબળા શરીરવાળા બાળકને જન્મ આપે છે. અપૂરતા પોષણ વાળી સગર્ભા મહિલાઓના ગર્ભમાં  વિકસતા શિશુને જરૂરી પોષણ માતા તરફથી મળતું નથી એના પરીણામે બાળકના શારીરિક  વિકાસમાં ભવિષ્યમાં  સુધારી ન શકાય તેવી ખામીઓ રહે છે. અને તેથી  કરીને જન્મ સમયેપણ બાળકનું  વજન ઓછુ રહે છે, આના ઉપાય તરીકે ગર્ભવતી  મહિલાઓને તેમજ નવજાત શિશુઓના સ્વાસ્થ્ય્ની ચિંતા કરીને કાર્યક્રમ યોજયો હતો.

ઝાલોદ તાલુકાના થેરકા ગામે તા.૦૬ ફેબ્રુઆરી ૨૦૨૨નાાં રોજ વસંત મસાલા પ્રાઇવેટ લીમીટેડ, ઝાલોદ દ્વારા આસપાસનાં  ગામડાની સગર્ભા મહિલાઓને પોષણ મળી રહે અને તંદુરસ્તી જળવાઈ રહે તથા કુપોષણના પ્રશ્નો દૂર થાય તે હેતુસર પોષકયુક્ત લાડુનું  વિતરણ કરવામાાં આવ્યું હતું.આ કાયાક્રમ ઝાલોદ તાલુકાના થેરકા ગામે પંચક્રિષ્ણા મંદિરમાં  રાખવામાાં આવ્યો હતો, તેમાં  વસંત મસાલા પ્રા.લી.નો મેનેજમેન્ટ સ્ટાફ તથા મંદિરના મહારાજ વગેરે  હાજર રહ્યા હતાં, આ પ્રોગ્રામ હવે દર મહિનાની 6 તારીખે યોજવામાાં આવશે જેમાં અગાઉથી નક્કી કરેલ ૭૦ થી ૮૦ જટેલા સગર્ભા મહિલાઓને ૫ માં મહિનાથી ૯ મહિના સુધી પોષણક્ષમ આહાર આપવામાાં આવશે  જેથી કુપોષિત બાળકોનો જન્મ થતા અટકાવી શકાય અને મહિલા તથા બાળકો સ્વસ્થ રહે. આમ વસંત મસાલા પ્રાઇવેટ લીમીટેડ દ્વારા આવા સેવાના કર્યો પણ અવાર નવાર થતા રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page