ધોરણ.12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું

By Jantanews360 Team Feb10,2022

વડોદરાના સમા સાવલી રોડ પર રહેતી ધો.12 સાયન્સમાં અભ્યાસ કરતી સગીરાએ ડિપ્રેશનમાં આવી જઇને પોતાના રૂમમાં જ ગળે ફાંસો લગાવી દીધો હતો.

હરણી પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ સમા સાવલી રોડ પર રહેતા પરિવારમાં માતા-પિતા બંને નોકરી કરે છે. ગત મંગળવારે દિવસ દરમિયાન માતા-પિતા નોકરી પર ગયાં હતાં, તે દરમિયાન ધો. 12 સાયન્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓએ સગીરા ગળે ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો.

આ ઘટનાની જાણ હરણી પોલીસને જાણ કરાતાં પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી. પોલીસના પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, વિદ્યાર્થીનીએ ડિપ્રેશનમાં આવી જઇને આ અંતિમ પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે, વિદ્યાર્થિની અભ્યાસમાં તેજસ્વી હતી અને તે સંગમ ચાર રસ્તા પાસેની સ્કૂલમાં અભ્યાસ કરતી હતી.

અહેવાલ: પંકજ જોષી

By Jantanews360 Team

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights