ચીનના વુહાનમાંથી ઉભી થયેલી કોરોનાની ભુતાવળ સમગ્ર માનવજાત માટે જોખમરૂપ બની રહી છે અને આ બિમારી ક્યારે ખતમ ના દર્દીઓની સાર-સંભાળ અને પરિવારના માર્ગદર્શન માટે સરકારી તંત્રની સાથે સામાજીક સંસ્થાઓ અને સેવાભાવી લોકો આગળ આવી રહ્યાં છે ત્યારે ધો.12માં અભ્યાસ કરતા 70 વિદ્યાર્થીઓની એક ટીમ સમગ્ર દેશ માટે મિશાલ કાયમ કરી રહી છે.
કોવિડ હેલ્પલાઈન શરૂ કરી ધો.12ના યંગસ્ટરોએ અભ્યાસ અને પરિવારની જવાબદારીથી ફૂરસદનો સમય મેળવીને શરૂ કરેલી કોવિડ હેલ્પલાઈન સમાજ માટે આશિર્વાદરૂપ બની ગઈ છે. ધો.12ની સીધનગાના મિશ્રા પોતાના 60 થી 70 જેટલા સહયોગીઓ સાથે ઓરીસ્સાના સાંબલપુરમાં હેલ્પલાઈન ચલાવી રહી છે. ઓક્સિજનના બાટલા, તબીબોની વિગતો અને કઈ જગ્યાએ બાટલા અને ખાટલાની વ્યવસ્થા થઈ શકે છે તેની હેલ્પલાઈન ચલાવે છે. આ યુવા સેવક સાથે 70થી વધુ લોકો કામે લાગ્યા છે.
કોરોનાની બીજી લહેરમાં લોકોને મુશ્કેલી ઓછી પડે તે માટે ધો.12ના વિદ્યાર્થીઓએ પોતાની રીતે જ સેવાનો સંકલ્પ કર્યો હતો. 18 વર્ષની ભક્તિ અને રાગીની મલ્હોતા અને ગોયંકા ગોરીએ આ વિચાર વહેતો મુકી 14 થી 20 વર્ષના વિદ્યાર્થીઓનું 50નું જુથ બનાવ્યું અને ઓનલાઈન, ઓફલાઈન દર્દી અને તેના સગા માટે બનતા તમામ મદદના પ્રયાસો કરવા લાગ્યા છે. દેશ પર જ્યારે આફતનો સમય ચાલી રહ્યો છે ત્યારે દેશભરમાં ભારે ખ્યાતિ પ્રાપ્ત બનેલા ટીનેજરના આ ગ્રુપના દરેક સભ્યો પોતાની આસપાસ અને ઓનલાઈન સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈપણ મદદ માંગનારને કંઈ હોસ્પિટલમાં બેડ ખાલી છે, જરૂરીયાતવાળાને ઓક્સિજનના બાટલા અને દવા તેમજ તબીબના ક્ધસલ્ટની માહિતી આપવાની સેવા કરે છે.સવારથી સાંજ સુધી સતતપણે ઓનલાઈન માહિતી માટે કાર્યરત રહેતા આ ગ્રુપની મદદથી અનેક લોકોને યોગ્ય સારવાર મળી છે. અલબત ગ્રુપની મુખ્ય એડમીન એક વાતનો વશવસો વ્યકત કરે છે કે, અમારે માટે એ ઘડી ખુબજ કપરી બની જાય છે જ્યારે કોઈપણ મદદ માગનારને અમારે એવું કહેવું પડે છે કે, અત્યારે તમારા માટે કોઈ પથારીની વ્યવસ્થા થઈ શકે તેમ નથી.