Fri. Oct 4th, 2024

નર્મદા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ હિરેન પટેલે આદિવાસી મહિલાને લગ્નની લાલચ આપી વીડિયો વાયરલ કરવાની ધમકી આપી

નર્મદા: તિલકવાડા તાલુકાના એક ગામની 30 વર્ષીય આદિવાસી યુવતીએ નર્મદા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ હિરેન રાવજીભાઈ પટેલ વિરુદ્ધ ફરિયાદ કરતા જણાવ્યું છે કે યુવતી પોતે આદીવાસી હોવાનું હિરેન પટેલે જાણતો હોવા છતાં હિરેન પટેલ આદિવાસી યુવતીને લગ્ન કરવાની અને નોકરીની લાલચ આપી હતી.

દરમિયાન એ આદિવાસી યુવતી સાથે અંગત પળો માણી યુવતીની મરજી વિરુદ્ધ અંગત પળોના ફોટા અને વીડિયો ઉતારી લઈ વાયરલ કરવાની ધમકી આપી હતી. સાથે સાથે જો એ યુવતીએ હિરેન પટેલ સિવાય બીજા કોઈ સાથે લગ્ન કર્યા તો એના થનારા પતીને જાનથી મારી નાખવાની અને એના પરિવારને પણ બરબાદ કરી દેવાની ધમકીઓ આપી હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે.

આ યુવતીએ વધુમાં જણાવ્યું છે કે હિરેન પટેલે આવી ધમકીઓ આપી પોતાની સાથે અવાર નવાર યુવતીની મરજી વિરુદ્ધ વડોદરાની અલગ અલગ હોટેલમાં દુષ્કાર્મ કર્યું હતું, સાથે સાથે યુવતીનો હિરેન પટેલે વારંવાર પીછો કરી પ્રેમ સંબંધ રાખવા માનસિક ત્રાસ આપી દબાણ કર્યું હતું.

ઉપપ્રમુખ પદેથી તાત્કાલિક દૂર કરાયા
હિરેન પટેલ વિરુદ્ધ આદિવાસી યુવતીએ દુષ્કાર્મની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જે બાબતે જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલે ભાજપના ઉપપ્રમુખ પદ પર થી તાત્કાલિક અસરથી દૂર કરી દેતા ભાજપ પ્રમુખે પાર્ટીની શિસ્તતા અને મહિલા રક્ષણની બાબત પણ જાળવણી કરી છે.

Related Post

Verified by MonsterInsights