નેપાળમાં જૂન મહિનાથી ભારે વરસાદના પગલે ઘણા વિસ્તારોમાં પૂર આવ્યું છે. નેપાળની બધી મોટી અને નાની નદીઓ બંને કાંઠે છલકાઇ છે. નેપાળમાં અત્યાર સુધી પૂરમાં 16 લોકોનાં મોત નીપજ્યાં છે અને 22 લોકો ગુમ થયા છે.
પાડોશી દેશ નેપાળમાં ભયાનક પૂરને લીધે પરિસ્થિતિ વધુ ખરાબ બની છે. ઘણી નદીઓમાં પૂર આવ્યુ છે. અને તંત્રએ હેલિકોપ્ટર દ્વારા લોકોના જીવ બચાવ્યો છે. ખાસ કરીને નેપાળના મનગ અને સિંધુપાલચૌક વિસ્તારોમાં પરિસ્થિતિ વધુ ખરાબ બની. સુરક્ષાદળના જવાનો પણ રાહત અને બચાવ કાર્યમાં લાગ્યા છે.
નેપાળના સિંધુપાલક જિલ્લામાં આવેલી ઇન્દ્રવતી નદી પૂરનું સંકટ જોવા મળી રહ્યુ છે.અન્ય જિલ્લાઓમાં પણ મેલમચી નદીમાં આવાલા પૂરમાં કેટલાય લોકો લાપત્તા બન્યા છે. ભારતીય અને ચીની નાગરિક પણ સામેલ છે.મેલમચી નદી પાસે 30 કિલોમીટર દૂર એક પર્વતીય ક્ષેત્રમાં ભૂસ્ખલનના લીધે નદીમાં અડચણ આવ્યુ અને બાદમાં પૂર આવ્યુ જેમાં મેલમચી પેયજળ પરિયોજના નષ્ટ થઈ.ત્યાંથી બે ચીની અને એક ભારતીય નાગરિકની લાશ પણ મળી.
ફરી એકવાર પૂરની ઘટનામાં સુરક્ષા દળો સામાન્ય લોકો માટે દેવદૂત સાબિત થયા છે. જરૂરી હોય ત્યાં હેલિકોપ્ટરની મદદથી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. અને એક હજારથી વધુ પરિવારોને સુરક્ષિત સ્થળોએ સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 70 થી વધુ લોકોને હેલિકોપ્ટરથી બચાવવામાં આવ્યા છે અને સુરક્ષીત સ્થળે લઈ જવામાં આવ્યા છે. જ્યારે 200 થી વધુ લોકો વિસ્થાપિત થયા છે.