પંચમહાલ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. જેમાં જિલ્લાના તમામ તાલુકામાં વરસાદ વરસ્યો છે. ગોધરામાં 1 ઇંચ, શહેરામાં 1 ઇંચ અને જાંબુઘોડા તાલુકામાં 1.5 ઇંચ ધોધમાર વરસાદ પડ્યો છે. ગોધરામાં વરસેલા વરસાદને પગલે ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા છે.
ગોધરા શહેર તાલુકા પંચાયતની બહાર ભુરાવવા અને શહેરી વિસ્તારના માર્ગો ઉપર પાણી ભરાતા પાલિકાની પ્રિમોન્સૂ કામગીરીની પોલ ખુલી ગઈ છે. અને ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોના પાકોને ડાંગર, મકાઈ સહિતના કઠોળને જીવતદાન મળ્યું છે.