પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર અને બોલર વસીમ અકરમનો એક ફોટો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે. આક્રમક બોલર અકરમનો આવો લૂક જોઈને તેના ફેન્સ ચોંકી ગયા છે. બોલીવૂડના એકટર્સ સહિત અનેક લોકોએ તેના આ નવા લૂક પર રિએક્શન આપ્યા છે.
આ ફોટો શેર કરતાં અકરમે લખ્યું છે કે, ક્વોરન્ટાઈનમાં 12 દિવસ રહ્યા બાદ મને રેઝર મળી ગયું. ખુશ છો? #QuarantineLife’ આ ફોટોમાં સ્પષ્ટ દેખાય છે કે, તેમણે માથે વીગ પહેરી રાખી છે. જોકે, વસીમ અકરમની હેરસ્ટાઈલ તેમના ફેન્સમાં ખૂબ જ લોકપ્રિય છે.
ગુલશન દેવૈયા બોલીવૂડમાં ‘શૈતાન’, ‘પેડલર્સ ધ ગર્લ ઈન યલો બૂટ’, ‘ગોલીયોં કી રાસલીલા’ અને ‘હેટ સ્ટોરીઝ’ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. તેમની ફિલ્મ ‘મર્દ કો દર્દ નહીં હોતા’ ખૂબ વખણાઈ હતી. એટલુ જ નહીં, નેટફ્લિક્સ ફિલ્મ ‘ધ ઘોસ્ટ સ્ટોરીઝ’માં તેમના અભિનયની જોરદાર વખાણાઈ હતી. તેમની આવનારી ફિલ્મ બ્લરમાં તાપસી પન્નુ સાથે અને સોની રાજદાનના ડાયરેક્શનમાં થનારી લવ અફેર સામેલ છે.